Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

પંચનાથ હોસ્પિટલમાં મગજ, સ્પાઇન, ચામડી, પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંતોની સેવા

ડો.હર્ષ શાહ, ડો.જોલીકા વાછાણી ડો.મુકુંદ વિરપરિયાની નિમણુંક : માત્ર રૂ.૫૦ માં નિદાન સેવા

રાજકોટ તા. ૨૯ : પંચનાથ હોસ્પિટલમાં ગયા અઠવાડિયે ૪ નિષ્ણાંત તબીબોની નિમણુંક બાદ વધુ ૩ નિષ્ણાંત તબીબોની નિમણુંક પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવતા આ આરોગ્ય સંકુલ મલ્ટી સ્પેશ્યાલીટીમાં પરિવર્તિત થવા જઇ રહ્યુ છે. ડો. હર્ષ શાહ કે જેઓ માથાનો દુખાવો, સ્પાઈનલ ટ્યૂમર, આંચકી આવવી, હાથ પગનો દુખાવો, મગજની ગાંઠ, હેમરેજ, લકવાની અસર થવી, મગજની ઇજા, મગજની નસ ફાટવી, ત્રાસી આંખ થઈ જવી, કરોડરજ્જુની ઇજા, ચાલવામાં તકલીફ થવી, જન્મજાત માથામાં રસોળી, વાંસામાં રસોળી હોવી, કમરનો દુખાવો, સ્લીપ ડિસ્ક, જન્મજાત માથું મોટું હોવું, ગરદનનો દુખાવો તથા ઓછું દેખાવું જેવા રોગોના નિષ્ણાંત છે. તેઓ દર મંગળવારે સાંજે ૪ થી પ મળી શકશે.

જયારે ડો.જોલીકા વાછાણી કે જેઓ ખીલ, સફેદ ડાદ્ય, સોરાયસીસ, ધાધર, ગુમડા, ખસ,અછબડા, ઓરી, કખવા જેવા ચેપી રોગો, એલર્જી જેવી કે સાબુ, પાણી, ખોરાક, દવા, કેમિકલ ને લગતી, શીળસ, ઉંદરી, ખોડો, ટાલ પડવી, જુ પડવી, ગુમડા થવા જેવા વાળના રોગો, નખના રોગો જેમકે ધાધર, આડા તેમજ બટકણા નખ, ગનોરિયા, હર્પીસ, સાયફિલિસ, રકતપિત્ત, ચામડીને લગતી સર્જરીઓ જેવા રોગોની સારવાર કરવામાં નિપુણતા પ્રાપ્ત કરેલ છે. તેઓ દર સોમવાર થી શનિવાર સુધી સવારે ૧૦ થી ૧૧ નિયમિત રીતે મળશે.

ડો. મુકુંદ વિરપરિયા પેટ, આંતરડા, લીવર, સ્વાદુપિંડ, પિત્ત્।ાશય અને પિત્ત્।નળીના રોગો તથા કેન્સરના રોગોનું સચોટ નિદાન, અન્નનળીની મોટિલિટી, અસાધ્ય એસિડિટી અને હઠીલા કબજિયાતના રોગોનું સચોટ નિદાન, વારંવાર થતો કમળો, ઝેરી કમળો, લોહીની ઉલ્ટી, અને લોહીના ઝાડાની સારવાર, લીવર ટ્રાન્સપ્લાન્ટનું માર્ગદર્શન, લીવર સિરોસીશનું સચોટ નિદાન અને સારવાર, કરવા માટે સારો એવો અનુભવ પ્રાપ્ત કરેલ છે. તેઓ દર સોમવારથી શનિવાર સુધી સાંજે ૪ થી પ મળી શકશે.

સૌ પ્રથમ ટ્રસ્ટ સંચાલિત મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ હશે કે જેનો જનરલ વોર્ડ સામાન્ય જ નહિ પણ સંપૂર્ણ પણે વાતાનુકુલિત હશે. નવા બિલ્ડીંગમાં મંગલમય પ્રવેશ કરવાનું કાઉન્ટ-ડાઉન શરુ થઈ ચૂકયું છે. તે બિલ્ડીંગ કુલ ૧૦૦૮ ચો.વાર જગ્યામાં ગ્રાઉન્ડ, પાંચ માળ અને ૫૦૦૦૦ થી પણ વધારે સ્કવે. ફૂટ બાંધકામ ધરાવે છે. તદુપરાંત ૮ ટ્વીન શેરિંગ રૂમ, ૪ સ્પેશ્યલ વોર્ડ, ૧૦ બેડના મેડિકલ આઈ.સી.યુ. રૂમ,૧૦ બેડનો જનરલ વોર્ડ, ૧૬ વ્યકિતની વજન ગહન કરવાની ક્ષમતા ધરાવતી ૨ લિફ્ટ, ૪૫૦૦ થી પણ વધારે સ્કવે. ફૂટ જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા, અદ્યતન પેથોલોજી લેબોરેટરી, રેડિઓલોજી વિભાગ ધરાવતા હશે.

શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ દેવાંગભાઈ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદમંત્રી તનસુખભાઈ ઓઝા, કોશાધ્યક્ષ ડી. વી. મહેતા, ટ્રસ્ટીઓ મયુરભાઈ શાહ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઈ વ્યાસ, નારણભાઇ લાલકિયા, ડો. ત્રિવેદી, મનુભાઈ પટેલ જેવા સમાજ સેવકો વર્તમાન કોરોનાની મહામારી વચ્ચે આશા અને ઉમંગ સાથે આવી રહેલા આગામી તહેવારોમાં માસ્ક, સેનીટાઈઝેશન અને સામાજીક અંતર જાળવવાની અપીલ સાથે દરેક નાગરિકજનોને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. વધુ માહિતી માટે પંકજભાઈ ચગ (વોટ્સએપ્પ નં. ૯૮૭૯૫ ૭૦૮૭૮) તથા શ્રીમતી ધૃતિબેન ધડુકનો (હોસ્પિટલ પર) અથવા હોસ્પિટલના લેન્ડ લાઈન નં.૦ર૮૧-૨૨ર૩૧૨ર૧૫ / ૦૨૮૧-૨૨૨૩૨૪૯ ઉપર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની યાદીમાં જણાવાયુ છે.

(3:26 pm IST)