Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

શનિવારે સાંજે ચૈતન્ય ક્રિયા ધ્યાન પ્રયોગ

કૈવલ્ય સેન્ટર ઓફ પ્રાણિક હિલીંગ દ્વારા હોટલ હાર્મેય ખાતે આયોજન

રાજકોટ, તા. ૨૯ : મહામારી સમયમાં વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિના ખૂબ સારા પરિણામો મળ્યા છે. પ્રાણીક હિલીંગના પ્રયોગો બાદ રાજકોટના કૈવલ્ય સેન્ટર ઓફ પ્રાણીક હીલીંગ દ્વારા વિશેષ ધ્યાન પ્રયોગનું આયોજન કરાયુ છે.

આગામી તા.૩૧ના શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન ચૈતન્ય ક્રિયા ધ્યાનનો પ્રયોગ થશે. રાજકોટના લીમડા ચોકમાં હોટલ હાર્મેય ખાતે આ દિવ્ય પ્રયોગનું આયોજન કરવામાં આવ્યુ છે.

ચૈતન્ય ક્રિયા ધ્યાન પાવરફુલ મેડીટેશન પ્રયોગ છે. મહામારી સમયે ઓરા સ્ટ્રોંગ બનાવે અને તનાવ મુકત પ્રસન્ન સ્વાસ્થ્ય માટે આ પ્રયોગને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ચૈતન્ય ક્રિયા ધ્યાન પ્રયોગમાં એન્ટ્રી - ફ્રી રૂ.૧૦૦ રાખવામાં આવી છે. વધારે વિગતો માટે મો.૯૦૩૩૫ ૨૯૯૬૦નો સંપર્ક થઈ શકે છે.

આ ફ્રેશ ઉર્જાના પ્રયોગો છે. દર્દીની ઉપસ્થિતી અનિવાર્ય નથી. નામ-ઉંમર-ફોટો-લોકેશન વગેરે જાણીને દર્દી સુધી ઉર્જા પહોંચાડી શકાય છે. રાજકોટમાં બેસીને વિશ્વના કોઇપણ ખૂણે આ પ્રયોગ શકય છે.

નીલાબેન કહે છે કે, અમે ડોકટર નથી, કોરોના અંગે નિદાન ન કરી શકીએ, પરંતુ દર્દીને જોતા ઇન્ફેકશન અંગેનો ખ્યાલ આવી શકે છે. નીલાબેનનો સંપર્ક મો. ૯૮૨૫૧ ૯૫૭૫૪, રિદ્ધિ ત્રિવેદી - મો. ૯૬૬૨૦૪૭૫૨૨, રૂતુલ - મો. ૯૦૩૩૫ ૨૯૯૬૦, બીરૂ - મો. ૯૯૧૩૫ ૪૧૨૨૬ પર થઇ શકે છે.

(3:24 pm IST)
  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST