Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

મ્યુઝિક થેરાપી થકી કોરોનાને હરાવતાં ૬૧ વર્ષના રક્ષાબેન વૈષ્ણવ

હોમ આઇસોલેશનમાં ઓનલાઇન વિવિધ વાજીંત્રો અને ચોક્કસ રાગની શ્રવણક્રિયા ખુબ ઉપયોગી નીવડી

રાજકોટઃ 'હઠીલા રોગને પણ સંગીતથી દૂર કરી શકાય છે. આજે કોરોનાને કારણે આખી દુનિયા અસ્ત-વ્યસ્ત અને ત્રસ્ત છે ત્યારે મ્યુઝિક થેરાપી કોરોના સામે લડવા માટે નું ખુબજ અસરકારક પરિબળ છે' આ શબ્દો છે ૬૧ વર્ષની જૈફ વયે કોરોનાને મ્હાત આપનાર રક્ષાબેન વિપુલભાઈ વૈષ્ણવના જેમણે હોમ આઇસોલેશનના ૧૪ દિવસ દરમ્યાન મ્યુઝિક થેરાપીને સથવારે કોરોનાને હંફાવ્યો છે.ઙ્ગ

એક સંબંધીના સંપર્કમાં આવવાથી રક્ષાબેન કોરોના સંક્રમિત થયા, અને તેમને શરીરમાં નબળાઈ લાગવા મંડી. માટે તેમણે એક ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો જયાં પોઝિટિવ આવતા તેઓ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગયા જયાં સ્થાનિક ડોકટરની સૂચના અનુસાર તેઓ હોમ કવોરન્ટાઇન થયા. પોતાના આઇસોલેશનના અનુભવને વર્ણવતા રક્ષાબેન જણાવે છે કે, 'માણસ મનથી મક્કમ બની જાય તો ના-ઈલાજ રોગથી પણ મુકિત મેળવી શકે છે. માટે તન સાથે મન પણ સ્વસ્થ રહે તે ખૂબ જ જરૂરી છે, મારો રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા તો મેં મારુ મનોબળ મજબુત કર્યું, ૧૪ દિવસના આઇસોલેશનની ચિંતા કરવા કરતાં મેં ચિંતન કરવાનું વિચાર્યું, મને નાનપણથી જ સંગીત સાંભળવાનો શોખ છે, માટે દરરોજ વિવિધ રાગ આધારિત શાસ્ત્રીય સંગીત સાંભળવાનું નક્કી કર્યું,ઙ્ગ સંગીત માત્ર મનોરંજન માટેનો પ્રકાર નથી રહ્યો. વિશ્વભરમાં સંગીતને ઔષધિ તરીકે અપનાવવામાં આવી રહયું છે. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ૨૩ પ્રકારના રાગ ઉપલબ્ધ છે. જે પૈકી દરબારી કાનડા, હિંડોલ અને શ્રીરાગ માથાનો તીવ્ર દુઃખાવો, મનની સ્થિરતા, કફ, ઉધરસના ઉપતાર માટે પ્રખ્યાત છે. તો વિવિધ પ્રકારના વાજિંત્રો સાંભળવાથી પણ મન પ્રફુલ્લિત થાય છે. ઓનલાઈન ઉપલબ્ધ આ સંગીતિક ઔષધિનું મૈં સમયોચિત શ્રવણ કરવાનું શરૂ કર્યું. તેમાં મને સહકાર મળ્યો ધન્વંતરિ રથ અને સંજીવની રથનો....સરકારની ગાઈડ લાઇનનું પાલન કરો તો અવશ્ય તમે કોરોનાના સંક્રમણથી બચી શકશો.'

(1:18 pm IST)
  • મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : મહેંગાવમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમાભારતીની સભામાં ખુરસીઓ ખાલી : સભાના સ્થળથી 25 કિલોમીટર દૂર હેલીકૉપટર ઉતરતા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થયું : ગુસ્સે થઇ ભાષણ આપ્યા વિના પરત ફર્યા access_time 1:55 pm IST

  • દિલ્હીમાં એર પોલ્યુશન સર્જનાર માટે જેલ અને જંગી દંડની જોગવાઇ: દિલ્હીનું હવામાન નિરંતર બદતર બનતું જાય છે ત્યારે દિલ્હી એનસીઆરમાં એર પોલ્યુશન માટે નવો કાયદો અમલમાં આવી રહ્યો છે. જેમાં હવાનું પ્રદૂષણ સર્જનાર માટે પાંચ વર્ષ સુધીની જેલની સજા અને એક કરોડ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. access_time 11:38 am IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST