Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કોરોના કાળમાં રાજકોટ પોલીસની નોંધનીય કામગીરીઃ સ્કોચ દ્વારા ગોલ્ડ એવોર્ડ મળતાં રાષ્ટ્રીય સ્તરે સન્માન

દેશભરમાંથી ૪૦૦૦ પોલીસ વિભાગો-તંત્રો વચ્ચેની તંદુરસ્ત સ્પર્ધામાં મેદાન માર્યુઃ સરકારની માર્ગદર્શિકાનું પાલન કરાવવા ઉપરાંત લોકસેવાના પણ અનેક કાર્યોઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને એવોર્ડ એનાયત થયો

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સ્કોચ એવોર્ડ મુખ્યમંત્રીને અર્પણ કર્યો : કોરોના વાયરસ મહામારીમાં શહેર પોલીસે કરેલી પ્રશંસનિય કામગીરીને સ્કોચ દ્વારા ગોલ્ડ એવોર્ડ મળતાં શહેર પોલીસની દેશભરમાં પ્રશંસા થઇ છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે આ ગોલ્ડ એવોર્ડ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને અર્પણ કર્યો હતો. રાજ્યમાં પ્રથમ કોરોના દર્દી જે જંગલેશ્વરમાં મળી આવેલ ત્યારથી શહેર પોલીસે ખાસ કરીને જંગલેશ્વર વિસ્તા તેમજ સંભવીત વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. વાયરસની મહામારી સામે લડત આપવા તેમજ કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને સારવાર આપવા માટે શહેર પોલીસ દ્વારા સ્વૈચ્છીક અનુદાન રૂ. ૨૧,૨૫,૦૨૫ જેટલી રકમ એકઠી કરી મુખ્યમંત્રીશ્રીના રિલીફ ફંડમાં સોૈ પ્રથમ રાજકોટ શહેર પોલીસ દ્વારા અર્પણ કરાઇ હતી.

રાજકોટ તા. ૨૯: શહેર પોલીસને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સમયમાં ખુબ જ મહત્વની કામગીરી કરવા બદલ સ્કોચ સંસ્થા દ્વારા સર્વોચ્ચ (ગોલ્ડ) એવોર્ડ એનાયત કરવામાં આવતાં શહેર પોલીસનું નામ દેશભરમાં ઝળહળ્યું છે. દેશની સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, વિભાગો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા યોજી તેના દ્વારા લોકો માટે થતી નવીનત્તમ કામગીરને ધ્યાને રાખી શ્રેષ્ઠત્તમ ત્રણને અસ્કોચ એવોર્ડ અપાય છે. આ વખતે દેશભરમાંથી કુલ ૪૦૦ પોલીસ ડિપાર્ટમેન્ટ તથા વહિવટી તંત્રો દ્વારા પોતાની ઉમેદવારી આ એવોર્ડ માટે નોંધાવવામાં આવી હતી. જેમાંથી રાજકોટ પોલીસને ગોલ્ડ એવોર્ડ અપાયો છે.

૪૦૦૦ એન્ટ્રીમાંથી ૩૦૦ને મેરિટ્સ એવોર્ડ અપાયો હતો. જે પૈકી ૬૦ ઉમેદવારો સેમીફાઇનલમાં આવ્યા હતાં. જેમાં રાજકોટ પોલીસને ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો છે. શહેર પોલીસે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સમયે અનેક લોકોપયોગી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસ પોઝિટિવ આવેલા વ્યકિતના સંપર્કમાં આવનારાઓને કોન્ટેકટ ટ્રેસીંગની ટેકનોલોજીથી શોધી કાઢવા, ઓટોમેટિક નંબર બ્લેટ રેકોગ્નીઝેશન સિસ્ટમ અને આઇ-વે પ્રોજેકટનો ઉપયોગ કરી બીનજરૃરી રીતે બહાર ફરતાં લોકોને શોધી કાઢવા, લોકડાઉનનું પાલન કરનાર સોસાયટીઓનું સન્માન કરવું, સિગ્નલો પર લેનડ્રાઇવનો અમલ, લોકોને સુરક્ષીત રહેવા લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો, વહીવટી તંત્ર સાથે રહી કન્ટેન્મેન્ટ ઝોનમાં બંદોબસ્ત ગોઠવવો, ડ્રોન કેમેરાના ઉપયોગથી માર્ગદર્શિકાનું પાલન કરાવવું, માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં લોખંડી બંદોબસ્ત, ઘોડેશ્વારી, હાઇરાઇઝ પોઇન્ટનો ઉપયોગ કરી બંદોબસ્ત, મુખ્યમંત્રીના રાહત ફંડમાં સોૈપ્રથમ નાણાકીય સહાય આપવી સહિતની કામગીરી રાજકોટ શહેર પોલીસે કરી છે.

આ ઉપરાંત માનવતા લક્ષી અભિગમ   અપનાવી લોકડાઉન વખતે રોજ ભુખ્યાને ભોજન કરાવાયું હતું. હેડકવાર્ટર ખાતે રસોડુ ઉભુ કરી દરરોજ ૩૦ હજાર ગરીબોને જમવાની વ્યવસ્થા, ઝૂપડપટ્ટી વિસ્તારમાં રાહત કીટ, દુર્ગા શકિત ટીમ દ્વારા વૃધ્ધાશ્રમોમાં  સેવાકાર્ય, પાંજરાપોળમાં પશુઓ માટે ઘાંસચારો, પાણીની વ્યવસ્થા, પક્ષી માટે ચણની વ્યવસ્થા, બિમાર લોકોને ઘેર બેઠા દવાની વ્યવસ્થા, પરપ્રાંતિયોને વતન મોકલવાની વ્યવસ્થા તેમજ ટેકનોલોજીના ઉપયોગથી કોરોના સામે જાગૃતિ ફેલાય તે માટેની કાર્યવાહી, સેફ રાજકોટ એપ્લીકેશન વિકસાવી કવોરન્ટાઇન લોકો પર વોચ રાખવી, પોલીસ અધિકારીઓ સાથે ઝૂમ એપ્લીકેશનથી મીટીંગ તેમજ પોલીસ સહરક્ષકની રચના કરી લોકજાગૃતિના કામ કરવા, ફૂટ પેટ્રોલીંગ અને ફલેગ માર્ચ આ ઉપરાંત પોલીસ વેલફેરના કાર્યો કરવામાં આવ્યા હતાં.

તેમજ મહામારીના સમયમાં જાહેરનામા ભંગના કુલ ૮૮૦૯ કેસ, ડ્રોન કેમેરાની મદદથી ૧૪૦૦ કેસ, સીસીટીવી કેમેરાની મદદથી ૧૦૪ કેસ, ૩૮૬૯૦ વાહનો ડિટેઇન અને કોન્ટેકટ ટ્રેસીંગથી ૩૫૭૦ વ્યકિતઓને શોધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઇન્ડિયા ઇકોનોમિક ફોરમમાં સમગ્ર ભારતમાંથી ૧૦૦૦ પ્રોજેકટ સિલેકટ થયા હતાં. જેમાંથી ગુજરાત પોલીસના રાજકોટ સુરક્ષા કવચ એપ્લીકેશન ઉપરાંત અન્ય ત્રણ પ્રોજેકટ ઇ-બંદોબસ્ત-ભરૃચ પોલીસ, પોકેટ કોપ એસસીઆરબી. ગાંધીનગર અને સિટીઝન પોર્ટલ એસસીઆરબી ગાંધીનગર સેમિફાઇનલમાં સિલેકટ થયા હતાં. જેમાંથી રાજકોટ પોલીસની રાજકોટ સુરક્ષા કવચ એપ્લીેકશન ફાઇનલમાં સ્લિેકટ થતાં સ્કોચ ગ્રુપના ચેરમેન સમીર કોચર, મેમ્બર ઓફ નીતિ આયોગના વિનોદ પાલ, સેક્રેટરી મિનીસ્ટ્રી ઓફ રૃરલ ડેવલોપમેન્ટના અમરજીતસિંહાના હસ્તે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને સ્કોચ એવોર્ડ એનાયત થયો હતો.

(3:40 pm IST)
  • મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : મહેંગાવમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમાભારતીની સભામાં ખુરસીઓ ખાલી : સભાના સ્થળથી 25 કિલોમીટર દૂર હેલીકૉપટર ઉતરતા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થયું : ગુસ્સે થઇ ભાષણ આપ્યા વિના પરત ફર્યા access_time 1:55 pm IST

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST