Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

ગુલાબનગરમાં મુકેશ પર હુમલોઃ પગ ભાંગી ગયો

ધીરૂ દેવીપૂજક અને અજાણ્યા શખ્સે હુમલો કર્યાની રાવ

રાજકોટ : કોઠારીયા સોલવન્ટ નજીક ગુલાબનગર સોમનાથ ઇન્ડસ્ટ્રી મેઇન રોડ પર રેલ્વેના પાટા પાસે ઝૂપડામાં રહેતાં મુકેશ ભીખુભાઇ મંદુરીયા (ઉ.૩૦) ઉપર ધીરૂ રૈયાભાઇ દેવીપૂજક અને અજાણ્યા શખ્સે ધોકા-કુહાડાથી હુમલો કરી પગ ભાંગી નાંખતા ફરિયાદ થઇ છે. અગાઉ ધીરૂના સગા રામજી સાડમીયા સાથે મુકેશને ઝઘડો થયો હોઇ તેનું મનદુઃખ રાખી આ ડખ્ખો કરવામાં આવ્યાનું મુકેશે પોલીસને જણાવ્યું હતું.

(2:43 pm IST)