Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

સેંકડો લોકો એકઠા થઇ જતા કલેકટરે પાછલા બારણેથી એન્ટ્રી લીધી...

રાજકોટ : આજે રાષ્ટ્રીય વિકાસ પરિષદ અને રાજકોટ તાલુકા ખેડૂત મંડળ બંને લોકોના આવેદનો હતો, બંને માંગણીદારો સાથે આવી જતા કલેકટર કચેરીએ ૭૦૦ થી ૮૦૦ લોકો એકઠા થઇ જતા અને કલેકટર ડો. રાહુલ ગુપ્તાના આવવાના સમયે જ આ સ્થિતી સર્જાતા અધિકારીઓને દોડધામ થતઇ પડી હતી. તાબડતોબ કચેરીના પાછળના દરવાજો ખોલવો પડયો હતો અને કલેકટર શ્રીએ મુખ્ય દરવાજાને બદલે પાછલા બારણેથી એન્ટ્રી લેવી પડી હતી. (તસ્વીર : અશોક બગથરીયા) (પ-રપ)

(3:28 pm IST)