Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

નાના મવાના આરોગ્‍ય કેન્‍દ્રમાં કેસ પેપર ખલ્લાસ : સપ્‍લાય કટકે કટકે

રાજકોટ : તા.૨૯ : શહેરના નાના મવા સ્‍થિત મનપાના આરોગ્‍ય કેન્‍દ્રમાં કેસ પેપર ખલ્લાસ થઇ જતા પ્રિસ્‍ક્રીપશન સ્‍લીપ થી ગાડુ ગબડાવાય છે. જેથી જુના કેસની વિગતો જાણ્‍યા વિના સ્‍ટાફે નવી ચિઠ્ઠી લખવી પડી રહી છે. જેથી દર્દીઓમાં ભારે નારજગી છે. એક મહિના અગાઉ ૧.૫૦ લાખ નવા કેસ પેપર પ્રિન્‍ટીંગનો ઓર્ડર આપી દેવાયો હોવા છતા, સપ્‍લાય કટકે-કટકે થાય છે. આરોગ્‍ય કેન્‍દ્ર દ્વારા મનપાને ઘણા દિવસથી લેખીતમાં જાણ કરી હોવા  છતા મંગાવવાની મંજુરી આપવામાં ઢીલ કરવામાં આવી રહી છે.

(4:42 pm IST)