Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

મહાનગરપાલિકા-નગરપાલિકા-રાષ્‍ટ્રીય-રાજય ધોરીમાર્ગો-પ્રવાસી સ્‍થળો સહિત કુલ ૪ કેટેગરીમાં ઇવી ચાર્જિગ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર વિકસાવાશે

ઇવીઇકો સિસ્‍ટમના ઝડપી સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર કટિબધ્‍ધ : કનુભાઇ દેસાઇ... : ચાર્જિગ સ્‍ટેશનો ઉપર યુરોપિયન-જાપાનીઝ-ફાસ્‍ટ ચાર્જર સહિત ૧૦ કે.ડબલ્‍યુનું ઇન્‍સ્‍ટોલેશન ફરજીયાત

રાજકોટ, તા. ર૯ : ઉર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ઇવી ર્ચાજિંગ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટે ગુજરાત ઇલેક્‍ટ્રીક વ્‍હીકલ પોલિસી-૨૦૨૧ હેઠળ કેપિટલ સબસિડીની વહેંચણી માટેની માર્ગદર્શિકા જાહેર કરતાં કહ્યું કે ઇવી ઇકો સિસ્‍ટમના ઝડપી સર્વાંગી વિકાસ માટે રાજ્‍ય સરકાર કટિબદ્ધ છે.

મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ઉમેર્યુ કે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતળત્‍વવાળી રાજ્‍ય સરકાર ‘ગુજરાત ઇલેક્‍ટ્રીક વ્‍હીકલ પોલિસી- ૨૦૨૧' થી ઇવી ઇકો સિસ્‍ટમને વધુ મજબૂત બનાવી અશ્‍મિભૂત ઇંધણની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવાના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વિઝનને સાકાર કરી રહી છે. 

આ નવી માર્ગદર્શિકાની વિગતો આપતાં મંત્રીશ્રી દેસાઈએ કહ્યં હતું કે,મહાનગરપાલિકા, નગરપાલિકા, રાષ્‍ટ્રીય- રાજ્‍ય ઘોરીમાર્ગો અને પ્રવાસી સ્‍થળો એમ કુલ ચાર કેટેગરીમાં ઇવી ર્ચાજિંગ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકસાવાશે. કેટેગરી-૧ હેઠળ રાજ્‍યની ૮ મહાનગરપાલિકામાં ૯૧,  કેટેગરી-૨ હેઠળ ૧૮ નગરપાલિકાઓમાં ૪૮,  કેટેગરી-૩ હેઠળ રાજ્‍ય ધોરીમાર્ગો/રાષ્‍ટ્રીય ધોરીમાર્ગો/એક્‍સપ્રેસ વે જેવા  ૧૫ માર્ગો પર ૯૬ અને કેટેગરી-૪ હેઠળ ૮ પ્રવાસી સ્‍થળોએ ૧૫ ર્ચાજિંગ સ્‍ટેશનોને ગુજરાત ઇલેક્‍ટ્રીક વ્‍હીકલ પોલિસી-૨૦૨૧ અંતર્ગત કેપિટલ સબસિડી અપાશે. ર્ચાજિંગ સ્‍ટેશનના સફળ કમિશનિંગ પર મંજૂર મૂડી સબસીડીની ૮૦ ટકા સબસીડી રીલીઝ કરાશે અને આ ર્ચાજિંગ સ્‍ટેશનના સફળ કમિશનિંગના એક વર્ષ પછી બાકીની ૨૦ ટકા સબસીડી ચૂકવાશે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, મહાનગર પાલિકા, નગરપાલિકા અને પ્રવાસી સ્‍થળોના ર્ચાજિંગ સ્‍ટેશનોએ ઓછામાં ઓછી એક CCS-યુરોપિયન ર્ચાજિંગ સિસ્‍ટમ અથવા CHAdeMO-જાપાનીઝ ર્ચાજિંગ સિસ્‍ટમ (૫૦ ધ્‍ષ્‍ અથવા વધુ ક્ષમતા) ફાસ્‍ટ ચાર્જર અને ઓછામાં ઓછું એક Bharat AC-001 (10 kW) નું ઇન્‍સ્‍ટોલેશન ફરજિયાત રહેશે તથા હાઇવે અને એક્‍સપ્રેસવે એન્‍ટિટી દ્વારા પ્રસ્‍તાવિત દરેક સ્‍થાન પર ઓછામાં ઓછા એક CCS અથવા CHAdeMO (50 KW અથવા વધુ ક્ષમતા) ફાસ્‍ટ ચાર્જર અને એક 15 KW Bharat DC-001 ચાર્જરનું ઇન્‍સ્‍ટોલેશન ફરજિયાત રહેશે.

મંત્રીશ્રી દેસાઈએ વધુમાં જણાવ્‍યું હતું કે, GEV પોલિસી ૨૦૨૧ હેઠળ કેટેગરી મુજબની ટોચમર્યાદા સાથે વધુમાં વધુ ૧૦૦ એકંદર ર્ચાજિંગ સ્‍ટેશન સ્‍થાપિત કરવા માટે એન્‍ટિટીને મર્યાદિત કરવામાં આવશે. કેટેગરી-૧ માં જ્‍યાં પણ ૧૦ થી વધુ ઝોન હોય ત્‍યાં, એન્‍ટિટી કુલ નંબરના ૫૦ ટકા સુધીના સ્‍થળો માટે અરજી કરવા માટે મર્યાદિત રહેશે એટલે કે જો એન્‍ટિટી અમદાવાદ શહેર માટે અરજી કરવા માંગે છે, તો તેઓ ૨૦ માંથી મહત્તમ ૧૦ ઝોન પસંદ કરી શકે છે. એક એન્‍ટિટી કેટેગરી-૩ માં કુલ હોટસ્‍પોટ્‍સ લક્ષ્યાંકના કુલ ફાળવણીના ૫૦ ટકા સુધી હોટસ્‍પોટ માટે અરજી કરવા માટે મર્યાદિત રહેશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કેન્‍દ્ર સરકારના વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્‍ટ ફોર પ્રમોશન ઑફ ઇન્‍ડસ્‍ટ્રી એન્‍ડ ઇન્‍ટરનલ ટ્રેડ (DPIIT)/(DIPP) અથવા રાજ્‍ય સરકાર હેઠળના ઉદ્યોગ કમિશનર દ્વારા માન્‍યતા પ્રાપ્ત સ્‍ટાર્ટ-અપ્‍સ સિવાયની તમામ સંસ્‍થાઓએ અરજી સબમિટ કરવા માટે ? ૧૦,૦૦૦ તેમજ GST 18% સાથે  પ્રોસેસીંગ ફી ભરવાની રહેશે. 

મંત્રીશ્રીએ ન્‍યૂનતમ લાયકાત માપદંડો વિશે જણાવતા કહ્યું કે, કંપની અધિનિયમ, ૧૯૫૬/૨૦૧૩ અથવા ભારતીય ભાગીદારી અધિનિયમ, ૧૯૩૨ હેઠળ નોંધાયેલ ભાગીદારી ફર્મ મુજબ એન્‍ટિટીની નોંધણી, વધુમાં, કન્‍સોર્ટિયમને મહત્તમ ચાર સભ્‍યોની મંજૂરી રહેશે. કેટેગરી-૧ વિસ્‍તારમાં અને કેટેગરી-૩ માટે અરજી કરતી એન્‍ટિટીની ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ એન્‍ટિટીની કુલ સંપત્તિ ઓછામાં ઓછી રૂપિયા  બે કરોડ હોવી જોઈએ. કેટેગરી-૨ અને ૪ માટે અરજી કરતી એન્‍ટિટીની નેટવર્થ ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં ઓછામાં ઓછી રૂપિયા એક કરોડ હોવી જોઈએ. નેટવર્થ વિના સ્‍ટાર્ટ-અપ્‍સને પણ મંજૂરી આપવામાં આવશે.

ઇલેક્‍ટ્રીક વ્‍હીકલ પોલિસી મુજબ ઙ્ક૨ વ્‍હીલર્સ, ૩ વ્‍હીલર્સ અને ૪ વ્‍હીલર્સ માટે પ્રથમ ૨૫૦ કોમર્શિયલ પબ્‍લિક ઈવી ર્ચાજિંગ સ્‍ટેશનો માટે સાધનો/મશીનરી (સ્‍ટેશન દીઠ રૂ ૧૦ લાખ સુધી મર્યાદિત) પર ૨૫ ટકા મૂડી સબસિડી માટે પાત્ર બનશે.

(4:42 pm IST)