Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

રેસકોર્સ પોલીસ હેડકવાર્ટરમાં કાલે ટ્રાફીક બ્રિગેડની ભરતી

રાજકોટ,તા. ૨૯ : શહેર ટ્રાફીક એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા કાલે સવારે ૭ વાગ્‍યે રેસકોર્ષ પોલીસ હેડ કવાર્ટર ખાતે ટ્રાફીક બ્રીગેડની ભરતીનું આયોજન કરવામાં આવ્‍યું છે. ટ્રાફીક બ્રીગેડમાં ૧૮ થી ૩૫ વર્ષ સુધીના ઉમેદવારો જોડાઇ શકશે.અને રાજકોટમાં રહેતા ઉમેદવારો ભાગ લઇ શકશે. અને ધોરણ-૯ પાસ થયેલા ઉમેદવારો ભાગ લઇ શકશે. અને અસલ પ્રમાણપત્રો, પોતાના રહેણાંકનો પુરાવો તથા બે ફોટો સાથે રાખવાના રહેશે ભુતકાળમાં છુટાકરાયેલા બ્રિગેડ ભરતી પ્રક્રિયામાં સામેલ થઇ શકશે નહીં.

(4:08 pm IST)