Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગરબો ઘુમતો જાય આજ માનો ગરબો ઘૂમતો જાય

રાજકોટ : પ્રાચીન ગરબી શ્રી આશાપુરા યુવક મંડળ છેલ્લા ૪૭ વર્ષથી જગત જનની જગદંબાનુ઼ નવ દિવસ-રાત્રી ભાવિકો માતાજીની ભકિતભાવથી ઉપાસના કરી રહેલ છે. ગરબાના મુખ્‍ય રાસોમાં તાલી રાસ, ડાંડીયા રાસ, દીવડા રાસ, મંજીરા રાસ, ઘડા રાસ વગેરે આકર્ષણનું કેન્‍દ્ર છે. જેમાં અશ્વિન આવ્‍યો ઝમકુડી રાસ, કાનો ગોકુળીયાવાળો રાસ વગેરે રાસ જમાવટ કરે છે. અહીં ૩ વર્ષથી ૧૨ વર્ષની ૨૩૦ બાળાઓ ત્રણ ગ્રુપમાં ભાગ લે છે. ગરબી મંડળનુ બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્‍યા લોકો ઉમટે છે. આ ગરબીમાં ગાયકો શેલેષભાઇ વ્‍યાસ, સેજલબેન ગાંધી, પુજાબેન ગાંધી, સંગીતાબેન ગાંધી, જયોતિબેન ગાંધી, મહેશભાઇ વોરા, પીનાબેન વોરા, મુકેશભાઇ દેસાઇ સ્‍વર આપે છે. જ્‍યારે તબલા સંગત ભરતભાઇ વૈષ્‍ણવ સાથ આપે છે. આ ગરબીમાં કાર્યકરો ટીનાભાઇ કોઠારી, જયેશભાઇ વોરા, કૌશિકભાઇ વોરા, સંજયભાઇ કુંડલીયા પ્રહલાદ પ્‍લોટના તમામ લતાવાસીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રસ્‍તુત તસ્‍વીરમાં રાસની રમઝટ બોલાવતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)(

(4:07 pm IST)