Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગાંધીગ્રામ જીવંતિકાનગરના મોબાઇલના ધંધાર્થી યશ ઘઘડાએ શારદા બાગ પાસે ફિનાઇલ પીધું

૧.૬૦ લાખ રૃપિયાની ઉઘરાણી માટે એક સંદિપે બીજા સંદિપને હવાલો આપ્યો હોઇ તેના દ્વારા હેરાનગતિ થતી હોવાથી પગલુ ભર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૯: ગાંધીગ્રામ જીવંતિકાનગર શેરી નં. ૧/૩ના ખુણે રહેતાં અને મોબાઇલ લે-વેંચ તથા રિપેરીંગનું કામ કરતાં યશ હરેશભાઇ ઘઘડા (ઉ.વ.૩૦) નામના યુવાને રાતે શારદાબાગ નજીક આઇસીઆઇસીઆઇ બેંક પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. યશ ઘઘડા બે ભાઇ અને એક બહેનમાં નાનો અને કુંવારો છે. તેણે કહ્યું હતું કે મારે ધંધાના કામ માટે જરૃર હોવાથી મેં ગાંધીગ્રામના સંદિપ પારેખ પાસેથી રૃા. ૧.૬૦ લાખ લીધા હતાં અને તેમાંથી અમુક રકમ કટકે કટકે ચુકવી હતી. હું મિત્રની દૂકાનમાં બેસી મોબાઇલ ફોનને લગતું કામ કરુ છું. હાલમાં બીજી રકમ ચુકવી ન શકતાં સંદિપ પારેખે અન્ય એક શખ્સ સંદિપ ત્રિવેદીને ઉઘરાણીનો હવાલો આપ્યો હતો. ઉઘરાણી માટે મને હેરાનગતિ થતી હોવાથી ટેન્શનમાં આવી જઇ હું ફિનાઇલ પી ગયો હતો. તેમ વધુમાં યશે જણાવતાં પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(3:51 pm IST)