Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગ્રીનવુડ ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ગ્રીન ગરબા

રાજકોટઃ ગ્રીનવુડ ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ગ્રીન ગરબાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ ધોરણનાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ ઉત્‍સાહથી ભાગ લીધો હતો. જેમાં  તમામ ધોરણનાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખૂબ ઉત્‍સાહથી ભાગ લીધો હતો. પરંપરાગત વષાોમાં સજજ તમામ વિદ્યાર્થીઓએ ઉત્‍સવના મૂડમાં ઉમેરો કર્યો હતો. શિક્ષકો અને વાલીઓ સાથે વિદ્યાર્થીઓએ ‘દાંડિયા'ના ધબકારા અને ધૂન પર એક જીવંત અને ઉત્‍સાહપૂર્વક પ્રસંગ બનાવ્‍યો હતો.

ગ્રીનવુડ ઈન્‍ટરનેશનલ સ્‍કૂલના પટાંગણમાં આયોજીત આ વેલકમ નવરાત્રીના મુખ્‍ય મહેમાન તરીકે રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ તેમજ અન્‍ય અતિથિ તરીકે ડીપીઈઓ અશોક વનવી, સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કૂલ એશોસીએશનનાં પ્રમુખ અજય પટેલ, ગીરીરાજ હોસ્‍પિટલ ડો.મયંક ઠકકર, પ્રથમ હોસ્‍પિટલના ડો.નીરવ પીપળીયા, લાયન્‍સ કલબનાં  ડોલરભાઈ, સમીર ખીરા, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના ડીરેકટર અને સિમ્‍પલ એડના રાજુભાઈ જુંજા, ગ્રીનવુડ ઈન્‍ટરનેશનલ સ્‍કુલના મેનેજીંગ ટ્રસ્‍ટી ભૂપેન્‍દ્રસિંહજી જાડેજા, ડાયરેકટર મયુરધ્‍વજસિંહ જાડેજા વિગેરેએ વિજેતા ખેલૈયાઓને ઈનામ આપી પ્રોત્‍સાહિત કર્યા હતા

(3:19 pm IST)