Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સોશ્યલ મીડિયાને કારણે આજની યુવાપેઢી અહંકાર, અલંકાર અને અંધકારમાં અટવાઇ છે : પૂ. પદ્મદર્શનજી

ગિરનાર દર્શન યાત્રિક ભવન -જૂનાગઢ ખાતે ચાતુર્માસ મહોત્સવ

રાજકોટ,તા. ૨૯ : ગૌરવવંતા ગિરનાર તીર્થની ગોદમાં ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસુરિજી મ. અને પદ્મદર્શનજી મ.ની. પાવન નિશ્રામાં ચાતુર્માસ મહોત્સવ ચાલી રહ્ના છે. આ પાવન પ્રસંગે પદ્મદર્શનજીઍ અમૃતવાણી વહાવતા કહ્ના હતુ કે, વર્તમાનકાળમાં વિલાસનો જે વાયરો ફૂંકાયો છે ઍ વાયરાઍ અચ્છા અચ્છા આત્માઆોના શીલ, સંસ્કાર અને સદાચારનો ખાત્મો બોલાવી દીધો છે. આ સફાયો બોલાવી દેવામાં સોશ્યલ મીડિયાનો ફાળો સૌથી વધુ મહત્વનો છે. યુવાપેઢી અહંકાર, અલંકાર અને અંધકાર નામના ત્રણ પરિબળોમાં અટવાઇ છે. ઍક પછી ઍક ઍમ ત્રણેય પરિબળો ખતરનાક અને ખુંખાર છે. ત્રણેય પૈકી કોઇના પણ ઝપાટે ચડ્યા તો યૌવન તહસ-નહસ થાય વિના નહીં રહે.

રૂપ, રૂપિયા અને રૂઆબ જેની પાસે છે તે સાવધ નહીં રહ્ના તો કયાંક કુંડાળામાં ફસાઇ જશે. કુદરતે જેને ખોબા ભરી ભરીને રૂપ આપ્યુ છે ઍને ઍનો અહંકાર આવ્યા વિના રહેતો નથી. જેમ મડદુ જાતા આકાશમાં ગીધડાઓના ટોળે ટોળા ચક્કર મારે છે અને મડદાને ચૂંથી નાંખે છે તેમ જેને રૂપ મળ્યુ છે તેઓ જા રૂપનું પ્રદર્શન કરવા જાય છે તો દુર્યોધનો, દુઃશાસનોનો ગલીઍ ગલીઍ ફરતા જ હોય છે. ઍ લોકો રૂપને ચૂંથી નાખશે. દહીનું ભોજન ખુલ્લુ પડ્યુ હોય અને કાગડાઓ શાંતિથી બેસી રહે તેવી શકયતા નથી. સંપતિ ખુલ્લી પડી હોય અને ચોર-લુંટારાઓ હાથ જાડીને બેસી શકે નહીં રૂપ ખુલ્લુ પડયુ હોય અને હવસખોર યુવાનો માળા ગણતા બેસી રહે ઍવી વાતમાં કોઇ વજુદ નથી. અહંકાર પતનની પાયલોટ કાર છે.

અલંકાર ઍટલે સંપતિનું પ્રદર્શન રૂપ ભલે ન હોય પણ બાપની સંપતિમાં યુવાપેઢી બેફામ બની છે. કોલેજ જતી વખતે હાઇફાઇ ગાડીઓ, આંખો ઉપર ગોગલ્સ ચશ્મા, હાથમાં આઇફોન અને શરીર ઉપર છેલ્લી ફેશનના વસ્ત્રો વ્યભિચારની વાટે ન લઇ જાય તો આડ્ઢર્ય સમજવું ત્રીજા નંબરનું ખતરનાક પરિબળ છે અંધકાર. અંધકાર જેમ ચોરને ચોરી કરવા માટે આમંત્રણ પાઠવે છે તેમ અંધકાર કામાંધને પોતાની હવસ સંતોષવા લલચાવે છે. અંધકારનો અર્થ ઍકાંત પણ થઇ શકે છે. સમાન વયના યુવાન વિજાતીય પાત્રો ઍકાંતમાં મળે તો બંને જણા પોતાની વૃતિ ઉપર કંટ્રોલ રાખી શકે તે સંભાવના અશક્ય છે.

(11:09 am IST)