Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

(આપ વિદ્યાર્થી પાંખ) CYSSના સ્થાપના દિવસની ઉજવણી

છાત્રા યુવા સંઘર્ષ સમિતિ (આપ વિદ્યાર્થી પાંખ) દ્વારા ભગતસિંહ જયંતિ તેમજ CYSSના ૮માં સ્થાપના દિવસ નિમિતે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. CYSS શહેર પ્રમુખ સુરજ જે. બગડાની આગેવાની હેઠળ ભગતસિંહ ગાર્ડન ખાતે ભગતસિંહજીને ફુલહાર કરેલ, સૌરાષ્ટ્ર યુનિ. ખાતે વૃક્ષારોપણ, ઝુંપડપટ્ટી વિસ્તારોમાં બાળકોને નાસ્તા વિતરણ તેમજ માસ્ક વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા CYSSના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ, આપ યુથ વિંગના ઉપપ્રમુખ પ્રણવભાઇ ગઢવી મહિલા વિંગમાંથી હર્ષાબેન શેઠ વગેરે સાથે જોડાયા હતા. 

(3:48 pm IST)