Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રવિવારે મંત્રી રૈયાણી દ્વારા જન આશિર્વાદ યાત્રાઃ સામાકાંઠે આયોજન

પૂર્વ તૈયારીના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇઃ માર્ગદર્શન આપતા કમલેશ મીરાણી

રાજકોટ : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી  તેમજ ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે  અને ભાજપા સરકાર દ્વારા કરાયેલા કાર્યો પણ પ્રજા સુધી પહોંચે તે હેતુસર પ્રજાના આશિર્વાદ મેળવવા માટે આ 'જન આશિર્વાદ યાત્રા' નું આયોજન કરાયેલ હોય તે અંતગર્ત રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણી દ્વારા આગામી તા.૩ ઓકટોબરના રોજ રાજકોટ ખાતે પોતાના મત વિસ્તાર રાજકોટ (પૂર્વ) વિધાનસભા–૬૮ ખાતે 'જન આશિર્વાદ યાત્રા' યોજાશે.  ત્યારે રાજકોટ ખાતે આ રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણી અને જીતુભાઈ વાઘાણીની 'જન આશિર્વાદ યાત્રા'ની તૈયારીના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં અને શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, અશોક લુણાગરીયા,  સોનલબેન ચોવટીયા, દીપક પનારા, રમેશ અકબરી, જીણાભાઈ ચાવડા, અશ્વીન મોલીયા, યાકુબ પઠાણ, મહેશ અઘેરાંની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. આ બેઠકમાં વોર્ડના પ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો સહીતના ઉપસ્થિત રહયા હતા. આ તકે આ  બેઠકને સંબોધન કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવેલ કે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકારના નવનિયુકત રાજય કક્ષાના તેમજ કેબીનેટ કક્ષાના મંત્રીશ્રીઓ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં ભજન આશિર્વાદ યાત્રાભ નું આયોજન કરવામા આવી રહયુ છે ત્યારે રાજકોટના જ પનોતા પુત્ર અને વિધાનસભા–૬૮ના ધારાસભ્ય અને રાજયકક્ષાના મંત્રી અરવીંદ રૈયાણી સૌપ્રથમવાર રાજકોટ ખાતે ભજન આશિર્વાદ યાત્રાને લઈ પધારી રહયા છે ત્યારે તા.૩ના રોજ  સવારે ૧૦:૦૦ કલાકે સૌપ્રથમ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આગમન થશે અને ત્યારબાદ રણછોડદાસજી આશ્રમ ખાતે આશિર્વાદ ગ્રહણ કરી આ જન આશિર્વાદ યાત્રાભ નો પ્રારંભ કરવામાં આવશે અને ત્યારબાદ આ જન યાત્રા વિધાનસભા–૬૮ના વોર્ડ નં.૪,પ,૬,૧પ અને ૧૬ ના વિવિધ વિસ્તારોમાં ફરી કોઠારીયા રોડ હુડકો ખાતે સમાપન કરવામાં આવશે ત્યારે આ યાત્રાના રૂટ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા બેનર, ઝંડી, ઝંડા, હોડીંગ્સ અને કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સંસ્થાઓ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે.  આ બેઠકમાં શહેર ભાજપના મહામંત્રી કિશોર રાઠોડે જન આશિર્વાદ યાત્રાના રૂટથી લઈ સ્વાગત પોઈન્ટ અને સુશોભન અંતર્ગત વિસ્તૃત માહિતી આપી હતી.આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીએ જહેમત ઉઠાવી હતી. 

(3:47 pm IST)