Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ઢેબર કોલોનીમાં જીન્નત માણેકના ઘરમાંથી જૂગારધામ ઝડપાયું: ૨૮૯૯૦ રોકડા પટમાંથી, ૨.૧૦ લાખ રોકડા કબાટમાંથી કબ્જે

સ્ટેટ મોનીટરીંગની ટીમ ત્રાટકીઃ દરોડો પડતાં ૧૨ ભાગી ગયાઃ રેઢા મળેલા મોબાઇલ ફોન, વાહનોને આધારે તપાસ : ગઇકાલ બપોરના ૧૨:૨૦ થી શરૂ થયેલી દરોડાની કાર્યવાહી આજ સવારના ૪:૩૦ સુધી ચાલીઃ એસઆરપીની પણ દરોડામાં મદદ લેવાઇ

રાજકોટ તા. ૨૯: શહેરની ઢેબર કોલોનીમાં મદ્રેસા સામે રહેતી અને બુટલેગરની છાપ ધરાવતી મહિલા જીન્નત માણેકના મકાનમાં ચકલા-પોપટના ચિત્રો પર મોટા પાયે જૂગાર રમાડવામાં આવતો હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમને મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. જો કે જીન્નત હાથમાં આવી નહોતી. તેના મકાનમાં રહેતાં શખ્સ તથા રમવા આવેલા ૨૨ જણા સહિત ૨૩ને પકડી લઇ રોકડા રૂ. ૨,૪૪,૭૯૫, મોબાઇલ ફોન ૨૫ નંગ રૂ. ૭૬ હજાર તથા ૮ વાહનો બે લાખના મળી કુલ રૂ. ૫,૨૦,૯૯૫નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. દરોડો પડતાં ૧૨ જેટલા શખ્સો ભાગી ગયા હતાં. ભાગેલા શખ્સોના છ મોબાઇલ ફોન અને છ વાહનોને આધારે તપાસ થઇ રહી છે. જીન્નત પણ ભાગી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઢેબર કોલોનીમાં જીન્નતના ઘરમાં જૂગારધામ ચાલતુ હોવાની માહિતી મળતાં સ્ટેટ વિજીલન્સના પીએસઆઇ એમ. બી. રાણા, પીએસઆઇ કુરેશી, એસ. આર. શર્મા, એએસઆઇ કેશાભાઇ, હેડકોન્સ. મહેન્દ્રસિંહ, શૈલેષભાઇ સહિતની ટીમે એસઆરપીના જવાનોને સાથે રાખી દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે જીન્નતના ઘરમાં રહેતાં એક શખ્સ તથા રમવા આવેલા બીજા ૨૨ શખ્સ સહિત ૨૩ને પકડી લીધા છે. જ્યારે દરોડો પડતાં ડઝન જેટલા શખ્સો ભાગી ગયા હતાં. તેના મોબાઇલ ફોન અને વાહનો રેઢા મળ્યા હોઇ તેના આધારે પોલીસ તેની શોધખોળ કરશે.

બાવીસ શખ્સો પકડાયા હોઇ તેને ભકિતનગર પોલીસને સોંપાયા છે. એ સિવાય ઘરધણી જીન્નત સિદ્દીકભાઇ માણેક (રહે. ઢેબર કોલોની કવાર્ટર નં. ૧૮૪, મદ્રેસાની સામે) તેમજ પાંચ મોબાઇલ ફોન મળ્યા હોઇ તેના ધારક ૦૫ શખ્સો તથા બાઇક નંબર જે૦૩જેએસ-૯૫૧૪નો ચાલક, જીજે૦૩એફએન-૦૦૮૭નો ચાલક,  જીજે૦૫એમજી-૪૨૬૪નો ચાલક, એકટીવા નં. જીજે૦૩એએફ-૯૦૬૦નો ચાલક, એકસેસ નં. જીજે૦૩જેએ-૩૫૮૫નો ચાલક અને હોન્ડા જીજે૦૩જેબી-૪૮૯૯નો ચાલક તથા તપાસમાં ખુલે એ તમામને પકડવાના બાકી છે. દરોડો પડતાં જે શખ્સો ભાગી ગયા તેના  મોબાઇલ ફોન અને વાહનો કબ્જે કરાયા છે. પોલીસે જૂગારના પટમાંથી રૂ. ૨૮,૯૯૦ રોકડા કબ્જે કર્યા છે. જ્યારે જીન્નતના ઘરના કબાટમાંથી રૂ. ૨.૧૦ લાખ રોકડા મળતાં તે પણ કબ્જે બતાવાયા છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા આ દરોડાની કાર્યવાહી ઢેબર કોલોની મદ્રેસા સામે કવાર્ટર નં. ૧૮૪માં રહેતી જીન્નત માણેકના ઘરમાં ગઇકાલે બપોરે ૧૨:૨૦ થી શરૂ કરવામા઼ આવી હતી. જે આજે વહેલી સવારના ૪:૩૦ સુધી ચાલી હોવાની નોંધ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવાયેલી ફરિયાદમાં કરવામાં આવી છે.

જૂગારના સ્થળે પકડાયેલા શખ્સોની અંગજડતી દરમિયાન વરલી મટકાના આંકડાના જૂગારના તથા ચકલા પોપટના ચિત્રો પર રમાતા જૂગારના રોકડા નાણા તથા વેરણ છેરણ પડેલા દાવના નાણા અને જીન્નતના ઘરમાંથી મળી આવેલા નાણા મળી કુલ રૂ. ૨,૪૪,૭૯૫ની રોકડ કબ્જે કરી છે. તેમજ રૂ. ૭૬ હજારના ૨૫ મોબાઇલ ફોન, ૮ વાહનો બે લાખના, ૪ કેલકયુલેટર, લાઇટ બીલ, સટ્ટાના આંકડા લખેલા કાગળ-૦૨, પેડ નંગ-૦૨, આંકડા લખેલી ચિઠ્ઠી-૪, ચકલા પોપટના ચિત્રો દોરી નામ લખેલા બેનર-૧ સહિત કુલ રૂ. ૫,૨૦,૯૯૫નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

સ્થાનિક પોલીસની જાણ બહાર દરોડો પડતાં શહેર પોલીસ બેડામાં ચર્ચા જાગી ગઇ છે. દરોડા અંગે ભકિતનગર પોલીસ મથકમાં એએસઆઇ હસમુખભાઇ મકાનભાઇ (સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર)ની ફરિયાદ પરથી જુગારધારની કલમ ૪-૫ મુજબ ગુનો દાખલ કરાવાયો છે.

  • ચકલા પોપટના ચિત્રો પર જૂગટુ રમતાં આટલા પકડાયા

.જીન્નતના ઘરમાં દરોડો પાડી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જેને પકડ્યા છે તેના નામ-સરનામા આ મુજબ છે. અમિન કાયમઅલી સાયાણી (ઉ.વ.૪૮-રહે. ઢેબર કોલોની કવાર્ટર નં. ૧૮૪, જીન્નતબનના મકાનમાં ગોપાલનગર પાસે), જગદીશ હરેશભાઇ જ્ઞાનાણી (ઉ.૪૦-રહે. ૩૨/૪, વામ્બે આવાસ યોજના કવાર્ટર કાલાવડ રોડ), અતુલસિંહ પ્રતાપસિ઼હ રાઠોડ (ઉ.૫૬-રહે. ભારતનગર ફલેટ નં. ૫૦૪, જીવરાજ પાર્ક પાસે નાના મવા), ભરત ખીમજીભાઇ જાદવ (ઉ.૪૮-કોઠારીયા ગામ હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૨૬૧), દિલાવરસિંહ રામસિંહ સોરઠીયા (ઉ.૫૪-રહે. ગોંડલ રોડ બાન લેબ સામે આરએમસી કવાર્ટર નં. ૭૯૪ બ્લોક નં. ૬), નંદલાલ જમનાદાસભાઇ ખોલીયા (ઉ.૬૨-રહે. બાબરીયા કોલોની કવાર્ટર બ્લોક નં. ૧, કવાર્ટર નં. ૪૬૭), પ્રકાશ રસિકભાઇ ગોહિલ (ઉ.૪૬-રહે. ખોલી નં. ૧૫૮, ઢેબર કોલોની મદ્રેસા સામે), શમશાદ હુશેનભાઇ શેખ (ઉ.૪૫-રહે. મકાન નં. ૧૧૫ ઢેબર કોલોની-૫ના ખુણે, ગોપાલનગર પાસે), કાનજી હરજીભાઇ રાઠોડ (ઉ.૪૫-રહે. ચામુંડા પાર્ક-૧, આસ્થા રેસિડેન્સી પાસે ભવાનીનગર પાસે), ગિરીશ ગોરધનભાઇ મુણાશીયા (ઉ.૪૨-ચામુંડા પાર્ક-૧ આસ્થા રેસિડેન્સી પાસે ભવાનીનગર ચામુંડા પાર્ક-૧), મુકેશ પરષોત્તમભાઇ માકડીયા (ઉ. ૫૪-રહે. મવડી ચોકડી અંકુરનગર, વૃંદાવન સોસાયટી-૪), આરીફ અબામીયા કાદરી (ઉ.૪૨-રહે. ઢેબર કોલોની મદ્રેસા સામે), સંદિપ દિપકભાઇ જાદવ (ઉ.૨૬-રહે. ઢેબર કોલોની મકાન નં. ૧૪૮), સાહિલ જુસબભાઇ જામ (ઉ.૨૨-રહે. ઢેબર કોલનોી મકાન નં. ૧૯૫, મદ્રેસા પાસે), દલપત હંસરાજભાઇ ભોરણીયા (ઉ.૫૧-રહે. ગુ.હા. બોર્ડ બ્લોક નં. ૫ મકાન નં. ૫૯), મનોજ બાબુભાઇ પરમાર (ઉ.૪૫-રહે. વૈશાલીનગર-૧૦, સ્વામિનારાયણ મંદિર પાસે), જગદીશ ખીમજીભાઇ બાટા (ઉ.૩૫-રહે. મોમાઇ કૃપા, ૩-વિરમાયા પ્લોટ ગવલીવાડ પાસે કોટક સ્કૂલ પાછળ), બટુક ભનુભાઇ સરવૈયા (ઉ.૫૮-રહે. કોઠારીયા રેલ્વે સ્ટેશન પાછળ હરિદ્વાર સોાસયટી ૧, શેરી નં.૩), પ્રવિણ અરજણભાઇ બાટા (ઉ.૩૩-રહે. વીરડા વાજડી ગામ, કાલાવડ રોડ), ભાવેશ ભીખાભાઇ જોટાણીયા (ઉ.૪૬-રહે. ઉદયનગર-૨, મવડી ચોકડી પાસે), જગા ઇર્શાદભાઇ સૈયદ (ઉ.વ.૫૨-રહે. ભગવતીપરા રેલ્વે સ્ટેશનના જુના પુલ પાસે) તથા હીરાલાલ રામસીંગ ઝરીયા (ઉ.૫૮-રહે. લોધેશ્વર સોસાયટી રામનગર પાસે ગોંડલ રોડ)ને પકડી લીધા છે.

(3:17 pm IST)