Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સૌની યોજનાનું બિલ મ.ન.પા.ને દર મહિને અપાય છે : કોઇ નવો ચાર્જ નથી

વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ બિલ અપાય છે તેને મુખ્યમંત્રી પદ છોડવા સાથે કોઇ લેવાદેવા નથી : સિંચાઇ વિભાગની સ્પષ્ટતા

રાજકોટ તા. ૨૯ : શહેરના આજી-૧, ન્યારી-૧માં ઠલવાતા નર્મદા નીરના ચાર્જની ઉઘરાણી સરકારે શરૂ કરી છે તે બાબતે સૌનિ યોજના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરે સ્પષ્ટતા કરી છે કે ૨૦૧૭થી નિયમીત રીતે રાજકોટ મ.ન.પા.ને સૌની યોજના બિલ દર મહિને નિયમીત રીતે અપાય છે. આ એક વહીવટી પ્રક્રિયા છે અને કોઇ નવો ચાર્જ નથી લગાડવામાં આવતો તેમજ મુખ્યમંત્રી પદ છોડવા સાથે તેને કોઇ લેવા-દેવા નથી તેની સૌએ નોંધ લેવી.

(3:10 pm IST)