Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ભારે વરસાદને કારણે રાજકોટમાં અનેક વિસ્તારોમાં આખી રાત અંધારપટઃ ૩૭ ફીડર બંધઃ સેંકડો ફરીયાદોઃ વીજ ટીમોને દોડધામ

રાજકોટમાં પર ફરીયાદો સામે રપ પેન્ડીંગઃ અનેક ટ્રાન્સફોર્મર ઉડયાઃ આખી રાત બાદ સવારથી રાઉન્ડ ધ કલોક કામગીરી

રાજકોટ તા. ર૯ :.. રાજકોટમાં ગત રાત્રે ૧ર વાગ્યા બાદ બેફામ વરસાદ તૂટી પડયો ને વીજ તંત્રને ધંધે લગાડી દિધુ... તોફાની પવન-વીજળીના કડાકા ભડાકા-ગાજવીજ સાથે મેઘરાજા તૂટી પડતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. મોટી ટાંકી ચોક, જાગનાથ, ઉપલા કાંઠો, વેસ્ટ ઝોન વિસ્તારના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો, શહેરના રપ થી વધુ વીજ સબ ડીવીજનમાં સેંકડો ફરીયાદો આવી છે, સવારે ૧૦ાા વાગ્યાના રીપોર્ટ મુજબ પર ફરીયાદોમાંથી હજુ રપ પેન્ડીંગ છે.

વીજ અધિકારી સુત્રોના કહેવા મુજબ અમુક વિસ્તારમાં આખી રાત વીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો છે. અમારી વીજ ટીમો સતત કાર્યરત છે, આખી રાત બાદ સવારથી લાઇન ટીમ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહી છે, અનેક ટ્રાન્સફોર્મરમાં ધડાકા જમ્પરો ઉડયાની ઘટના બની છે.

શહેરમાં રરપ માંથી કુલ ૩૭ ફીડરોમાં લાઇટો ગૂલ હોવાનું સવારે ૧૦ાા વાગ્યાના રીપોર્ટમાં ઉમેરાયુ છે. જેમાં ગણેશ ફીડર, જંગલેશ્વર, દૂરદર્શન, આરટીઓ, રાજપૂતપરા, થોરાળા, માર્કેટીંગ યાર્ડ, લાતી પ્લોટ, ગોપાલનગર, ગાયકવાડી, હોસ્પીટલ, જંકશન, માલવીયા, આવાસ યોજના, રેલનગર, સ્ટેશન પ્લોટ, માર્બેલ, વિરાટ, લોર્ડસ, ધારા, ગૌતમનગર, નવાગામ, નક્ષત્ર, અયોધ્યા, સાધુ વાસવાણી, પ્રદ્યુમનનગર, ઉપવન સહિત કુલ ૩૭ ફીડરો બંધ હોવાનું ઉમેરાયું છે.

(1:11 pm IST)