Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

મવડી ક્રિષ્ના પાર્કમાં પરિણિતા જાગૃતીબેન વાઘેલાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

જુનાગઢ માવતર ધરાવતી કડીયા પરિવારની મહિલાના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતાં: કારણ અંગે સ્વજનો અજાણ

રાજકોટ તા. ૨૯: મવડી ચોકડી પાસે ઓમનગર તરફ સર્વિસ રોડ પર આવેલા ક્રિષ્ના પાર્ક-૧૦માં રહેતી જાગૃતિબેન સંદિપભાઇ વાઘેલા (કડીયા) (ઉ.વ.૨૮) નામની પરિણીતાએ ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી ઋતુબેને કરતાં પોલીસકન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ એન. બી. ડોડીયાએ જાણ કરતાં તાલુકા પીએસઆઇ પી. એમ. રાઠવા અને ટીમે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. આપઘાત કરનાર જાગૃતિબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતાં. તેના પતિ સંદિપભાઇ ધર્મેન્દ્રભાઇ વાઘેલા વડાપાઉનો ધંધો કરે છે. જાગૃતિબેને ઝેર પી લીધાની જાણ પડોશીને થતાં તેણે તેના પતિને જાણ કરતાં તે ઘરે પહોંચેલ અને ૧૦૮ બોલાવી હતી. પરંતુ તેણીએ દમ તોડી દીધાનું જાહેર થયું હતું.

જાગૃતિબેનના માવતર જુનાગઢ રહે છે. આપઘાત શા કારણે કર્યો? તે અંગે પરિવારજનોએ અજાણ હોવાનું કહ્યું હતું. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(1:09 pm IST)