Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

રાજકોટના વકીલોની વાંકાનેર-જડેશ્વર મહાદેવના દર્શનાર્થે બાઇક રેલી સાથે યાદગાર પ્રવાસનું અનેરૂ આયોજન કરાયુ

યુનિટિ ઓફ લોયર્સ (કેરમ એન્ડ ચેસ) દ્વારા બુલેટ રેલીઃ વાંકાનેર સ્ટેટના યુવરાજ કેશરીસિંહ અને સાંસદ રામભાઇ મોકરીયાનું સન્માન કરાયુઃ શિલ્ડ વિતરણ સાથે સ્નેહ ભોજન-ભજીયા પાર્ટી અને સ્વીમીંગ પુલના ધુબાકા મારી વકીલોએ પ્રવાસને યાદગાર બનાવ્યો...

રાજકોટ તા. ર૯ :.. યુનિટી ઓફ લોયર્સ (કેરમ એન્ડ ચેસ) ગ્રુપ દ્વારા તા. રપ-૯-ર૦ર૧ ને શનિવારના રોજ વાંકાનેરના નાના જડેશ્વર મહાદેવ મંદિર, મુકામે રાજકોમાં પ્રેકટીસ કરતાં તમામ વકીલો માટે પ્રવાસ તથા સ્નેહ-ભોજનનો કાર્યક્રમ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં આશરે પ૦૦ જેટલા સીનીયર જુનીયર વકીલો હાજર રહેલા. આ કાર્યક્રમની શરૂઆત રાજકોટ મોચી બજાર કોર્ટ કેમ્પસમાં ગરમા- ગરમ-ચા-ગાંઠીયા, જલેબીનાં નાસ્તા સાથે કરેલ અને ઘણા બધા વકીલોએ ભારતનાં રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે રાજકોટ થી જડેશ્વર બુલેટ રેલીનું આયોજન કરેલ જેમાં રાજકોટના સીનીયર વકીલ શ્રી અર્જુનભાઇ પટેલ, જીજ્ઞેશભાઇ શાહ, સંજયભાઇ ઠુમ્મર, કિરીટસિંહ જાડેજા સહિતનાં વકીલો જોડાયેલા, ત્યારબાદ વકીલો દ્વારા જડેશ્વર મહાદેવની પુજા વિધી કરી ધ્વજા જડેશ્વર મહાદેવને ધજા ચઢાવી આમંત્રીત મહેમાનો વાંકાનેર સ્ટેટ યુવરાજશ્રી કેશરસિંહજી અને ગુજરાતનાં રાજયસભા સાંસદ શ્રી રામભાઇ મોકરીયાનું સામૈયુ કરી સ્વાગત કરેલ. યુનિટી ઓફ લોયર્સ (કેરમ એન્ડ ચેસ) ગ્રુપનાં (૧)  તુષાર બસલાણી (ર)  ભરત હિરાણી (૩)  ધીમંત જોશી (૪) રાજકુમાર હેરમા (પ) રાજેન્દ્રસિંહ ગોહીલ (૬) શ્રી એલ. જે. રાઠોડ (૭) દિવ્યેશ મહેતા (૮)  હીતેન્દ્રસિંહ જાડેજા (૯) અશ્વિન ગોસાઇ (૧૦) ડી. બી. બગડા (૧૧) કમલેશ રાવલ (૧ર) અશ્વિન મહાલિયા તથા સીનીયર વકીલ અનિલભાઇ દેસાઇ, લલિતસિંહ શાહી, પીયુષભાઇ શાહ, અર્જુનભાઇ પટેલ, કમલેશભાઇ શાહ દ્વારા બંને આમંત્રીત મહેમાનો વાંકાનેર સ્ટેટ યુવરાજ શ્રી કેશરીસિંહજી તથા ગુજરાતનાં રાજયસભા સાંસદ શ્રી રામભાઇ મોકરીયાનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરેલ તેમજ કેરમ સિંગલનાં વિજેતા નિરવ પંડયા, કેરમ સિંગલનાં રનર્સ આપ કે. સી. ભટ્ટ, કેરમલ ડબલ્સનાં વિજેતા કે. સી. ભટ્ટ. 

ભાવેશ હાપાલિયા, કેરમ ડબલ્સનાં રનર્સ અપ શ્રી ધવલ મહેતા, રાજેન્દ્રસિંહ ગોહિલ, ચેસના વિજેતાશ્રી વી.ડી.રાઠોડ, ચેસના રનર્સ અપશ્રી રાકેશ ચૌહાણનું શિલ્ડ, ગીફટ આપી વાંકાનેર સ્ટેટ યુવરાજશ્રી કેશરીસિંહ તથા ગુજરાતના રાજ્યસભા સાંસદશ્રી રામભાઇ મોકરીયા દ્વારા સન્માન કરવામાં આવેલ. યુનિટી ઓફ લોયર્સ (ચેસ)નાં ૧૨ કમિટી મેમ્બર્સ દ્વારા આ કાર્યક્રમમાં ખૂબ જ સાથ સહકાર આપવા બદલ યુનિટી ઓફ લોયર્સ (કેરમ એન્ડ ચેસ) ગ્રુપનાં (૧)  તુષાર બસલાણી (૨)  ભરત હિરાણી (૩)  ધીમંત જોશી, (૪)  રાજકુમાર હેરમા, (૫)  રાજેન્દ્રસિંહ ગોહિલ, (૬)  એલ.જે.રાઠોડ (૭)  દિવ્યેશ મહેતા, (૮)  હિતેન્દ્રસિંહ જાડેજા (૯) અશ્વિન ગોસાઇ (૧૦)  ડી.બી. બગડા (૧૧) કમલેશ રાવલ (૧૨)  અશ્વિન મહાલિયા દ્વારા સિનિયર વકીલશ્રી અનિલભાઇ દેસાઇનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં નાના જડેશ્વર મહાદેવ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટી શ્રી ભરતભાઇ, સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરવા બદલ નોટરીશ્રી જયેશભાઇ ટાંક, સ્વિમિંગ પુલ ઉપલબ્ધ કરવા બદલ સાગર ગૌશાળાનાં સંચાલકશ્રી કરશનભાઇ, સ્વિમિંગ પુલના કોચ તેમજ માર્કર વકીલશ્રી રોહિતભાઇ ધીયા, વાંકાનેરના 'તખ્ત વિલા' દિગ્વિજય નગર, પેડક મુકામે ભજીયાના નાસ્તાનું આયોજન કરવા બદલ રાજકોટના સિનિયર વકીલશ્રી રજનીબા રાણાનું સન્માન કરવામાં આવેલ હતું.

આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમને સફળ અને સુંદર બનાવવા માટે જે લોકોનો સિંહ ફાળો છે તેવા સિનિયર વકીલશ્રી અનિલભાઇ દેસાઇ, પીયુષભાઇ શાહ, અર્જુનભાઇ પટેલ, કમલેશભાઇ શાહ, રજનીબા રાણા, તેમજ આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારવા બદલ સિનિયર વકીલશ્રી લલિતસિંહ શાહી, જયદેવભાઇ શુકલ, જયેશભાઇ દોશી, તરૂણભાઇ કોઠારી, કિરીટભાઇ પાઠક, મયંક પંડ્યા, રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી જીગ્નેશ જોશી, લાઇબ્રેરી સંદીપ વેકરીયા, રાજકોટ એમ.એ.સી.પી. બાર એસોસિએશનના એન.આર.શાહ, એ.કે.જોશી, જય ચૌધરી, મુકેશ જી.આર.પ્રજાપતિ, પ્રફુલ વસાણી, મહિલા બાર એસોસિએશનના રજનીબા રાણા સહિતના વકીલો, યુવા લોયર્સના હિમાંશુ પારેખ, કિરીટ નકુમ સહિતનાં વકીલો, રાજકોટ ડિસ્ટ્રિકટ બારનાં પ્રમુખ એન.આર.જાડેજા, નિવિદ પારેખ, વી.ડી.રાઠોડ, જુનિયર બાર એસોસિએશનના જીતેન્દ્ર પારેખ, સી.પી.પરમાર, ચંદ્રસિંહ તલાટીયા, રેવન્યુ બાર એસોસિએશનના જયેશ બોઘરા સહિતના વકીલો તેમજ ક્રિમિનલ બાર એસોસિએશનનાં જે. એફ. રાણા, યોગેશ ઉદાણી, અમિત ભગત સહિતનાં વકીલો ઉપસ્થિત રહ્યા હતાં. તથા આ કાર્યક્રમની વિડીયો ગ્રાફી તેમજ ફોટોગ્રાફીની સેવા આપવા બદલ વકી સુરેન્દ્રસિંહ જાડેજા તેમજ અન્ય તમામ સીનીયર-જુનીયર વકીલો કે જેઓએ પ્રત્યેક્ષ તેમજ પરોક્ષ રીતે મદદ કરી આ કાર્યક્રમમાં સહભાગી થયેલ છે, તે તમામનો યુનિટી ઓફ લોયર્સ (કેરમ એન્ડ ચેસ)નાં તમામ કમીટી મેમ્બર્સ આભાર વ્યકત કરે છે.

આ કાર્યક્રમમાં કોરોના કાળ દરમ્યાન અવસાન પામેલ વકીલશ્રીઓ તથા વકીલશ્રીઓનાં પરિવારજનોને બે મિનીટનું માને પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ.

આ જડેશ્વર પ્રવાસ તથા સ્નેહ - ભોજનનાં કાર્યક્રમમાં હાજર રહી આ કાર્યક્રમને સુંદર અને સફળ બનાવવા બદલ આપ સર્વે તમામ સીનીયર તથા જુનીયર વકીલશ્રીઓનો યુનિટી ઓફ લોયર્સ (કેરમ એન્ડ ચેસ)નાં કમીટી મેમ્બર્સ તરફથી ખુબ ખુબ આભાર.યુનિટી ઓફ લોયર્સ (કેરમ એન્ડ ચેસ) ગ્રુપ દ્વારા સળંગ બે મહિનામાં તા. ૮-૮-ર૦ર૧ ના રોજ ખોડલધામ કાગવડ તેમજ તા. રપ-૯-ર૦ર૧ ના રોજ નાના જડેશ્વર મહાદેવ મંદિર વાંકાનેર મુકામે એમ ર પ્રવાસ તથા કાર્યક્રમનું સફળ આયોજન કરેલ છે, જેથી યુનિટી ઓફ લોયર્સ (કેરમ એન્ડ ચેસ) ગ્રુપ દ્વારા આગામી નવું નજરાણું તથા પ્રવાસ ભગવાન દ્વારકાધીશના દર્શન દ્વારકા, તેમજ વિશ્વનાં સુંદર બીચમાં જેનો સમાવેશ કરવામાં આવેલ છે તે શિવરાજપુર બીચ દ્વારકાનો પ્રવાસ રહેશે. જેની સર્વે વકીલ મિત્રોએ ખાસ નોંધ લેવી. આ કાર્યક્રમનું સંચાલન આશીષ વાય શાહએ કરેલ હતું.

(11:56 am IST)