Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કારકિર્દીને એક નવી દિશા આપોઃ શિક્ષણ તથા સંશોધન માટે સ્કોલરશીપ હાજર છે

મેથમેટીકસમાં એમ.એસ.સી./ પી. એચ. ડી. થયેલ તથા એન્જીનીયરીંગ, મેડીસીન, આર્કીટેકચર, ડીઝાઇનિંગ, સ્પેશ્યલાઇઝડ કોમર્સ, ફાયનાન્સ તથા કમ્પ્યુટર, સી.એ., સી. એસ., સી. એફ. એ., સી.ડબલ્યુ.એ. તથા એલ.એલ.બી.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ : વિદ્યાર્થીનીઓ માટે સ્કોલરશીપની ખાસ યોજના

રાજકોટ તા. ર૭ :.. માહિતી અને ટેકોનોલોજીના આજના યુગમાં સમાજોપયોગી, જીવનોપયોગી તથા કારકિર્તીલક્ષી શિક્ષણ અનિવાર્ય માનવામાં આવે છે. શિક્ષણ મેળવ્યા સિવાય ઉધાર નથી એ વાત આજનું યુવાધન પણ સારી રીતે જાણે છે. વિવિધ કક્ષાનું તથા વિવિધ ક્ષેત્રોનું શિક્ષણ મેળવવા માટે તથા સંશોધન કરવા માટે હાલમાં ઉપયોગી સ્કોલરશીપ-ફેલોશીપ ઉપલબ્ધ છે, જેની ઉપર એક નજર કરીએ તો....

* આઇઆઇટી કાનપુર ડીપાર્ટમેન્ટ ઓફ મેથમેટીકસ એન્ડ સ્ટેટીસ્ટીકસ જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૧ અંતર્ગત પી.એચ.ડી.-એમ.એસ.સી. ડીગ્રી ધારકોને ફેલોશીપ આપવામાં આવે છે. પસંદ થયેલ ઉમેદવારોએ 'સમ કોમ્પેકટ કમ્યુટેટર પ્રોબ્લેમ્સ ઇન ઓપરેટર થિયરી' નામના પ્રોજેકટ ઉપર કામ કરવાનું થશે. પસંદ થનાર ઉમેદવારોને માસિક ૩૧ હજાર રૂપિયા મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૯-ર૦ર૧ છે.

- અરજી કરવા માટેની પાત્રતા

મેથમેટીકસમાં પી.એચ.ડી. થનાર ઉમેદવારો અરજીપાત્ર છે. જે ઉમેદવારો પાસે રીસર્ચ કરવાના અનુભવ સાથે એમ. એસ. સી. ની ડીગ્રી હોય તેઓ પણ અરજીપાત્ર છે.

- અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/MSR4

* કોટક કન્યા સ્કોલરશીપ ર૦ર૧ અંતર્ગત કોટક મહિન્દ્રા ગ્રુપ કંપનીઝના શિક્ષણ તથા આજીવિકાના સી. એસ. આર. પ્રોજેકટ અંતર્ગત કોટક એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા જે વિદ્યાર્થીનીઓએ ૭પ ટકાથી વધુ અંક મેળવીને ધોરણ ૧ર પાસ કરેલ હોય અને જેઓના પરિવારની વાર્ષિક આવક ૩ લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ સ્કોલરશીપનો હેતુ સમાજના વંચિત વર્ગોની તેજસ્વી વિદ્યાર્થીનીઓ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ તથા કોલેજોમાંથી વ્યવસાયિક સ્નાતક અભ્યાસક્રમોનું શિક્ષણ મેળવે તેમાં સહયોગ આપવાનો છે. પસંદ થનાર ઉમેદવારોને વાર્ષિક એક લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થશે. જો કે દર વર્ષે કોટક એજયુકેશન ફાઉન્ડેશનના નિર્ણય મુજબ શિષ્યવૃતિમાં ફેરફાર શકય છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૯-ર૧ છે.

- અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/MSS3

- અરજી સ્કોલરશીપ માત્ર વિદ્યાર્થીનીઓ માટે જ છે. જે તેજસ્વી વિદ્યાર્થીનીઓએ એનએએસી, એનબીએ, યુઝીસી માન્ય પ્રાપ્ત સંસ્થામાં વ્યવસાયિક અભ્યાસક્રમોના ગ્રેજયુએશનના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે તેઓ અરજી પાત્ર છે. વ્યવસાયિક  અભ્યાસક્રમોમાં એન્જીનીયરીંગ, મેડીસીન, આર્કીટેકચર, ડીઝાઇનિંગ, સ્પેશ્યલાઇઝડ કોમર્સ, ફાયનાન્સ તથા કમ્પ્યુટર કોર્ષનો સમાવેશ થાય છે. અથવા તો ગ્રેજયુએશનની સાથે સાથે સી. એ., સી.એસ., સી. એફ.એ., સી.ડબલ્યુ.એ., એલ.એલ.બી. સહિતનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ બોર્ડની ધોરણ ૧ર ની પરીક્ષામાં ૭પ ટકાથી વધુ માર્કસ મેળવ્યા હોવા જોઇએ તથા તેના પરિવારની કુલ વાર્ષિક આવક ૩ લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઇએ.

- અરજી કરવા માટેની લીંક

 www.b4s.in/akila/KKGS1

* શેફલર ઇન્ડિયા હોપ એન્જીનીયરીંગ  સ્કોલરશીપ ર૦ર૧-રર અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર તથા તમિલનાડુ રાજયોના એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. આ શિષ્યવૃતિનો હેતુ સમાજમાં આર્થિક સહયોગ ઇચ્છતા એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને સમગ્ર એન્જીનીયરીંગ દરમ્યાન વાર્ષિક ૭પ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ ૩૦-૯-ર૦ર૧ છે.

- અરજી કરવા માટેની પાત્રતા

ગુજરાત, મહારાષ્ટ્ર તથા તમિલનાડુના જે વિદ્યાર્થીઓએ ર૦ર૦-ર૧ ના શૈક્ષણીક વર્ષમાં ધોરણ ૧ર સાયન્સમાં ૬૦ ટકાથી વધુ માર્કસ મેળવ્યા હોય અને ભારતની કોઇપણ માન્યતા-પ્રાપ્ત કોલેજમાં એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેઓ અરજીપાત્ર છે. ઉમેદવારોના પરિવારની કુલ વાર્ષિક આવક પ લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે.

- અરજી કરવા માટેની લીંક

        www.b4s.in/akila/SIHE3

ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉજજવળ કારકિર્દી બનાવવા  માટે હાલમાં જીવનોપયોગી ફેલોશીપ-સ્કોલરશીપ ઉપલબ્ધ છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મ-વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ.

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

(11:55 am IST)