Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

શહેરમાં અંદાજે ર૦ હજાર ભૂતિયા નળ જોડાણોને કાયદેસરતા માટે કાર્યવાહી

'નલ-સે-જલ' યોજનાં હેઠળ તુરંત કામગીરી કરવા આદેશ

રાજકોટ તા. ર૯: શહેરમાં ભૂતિયા નળ જોડાણોને કાયદેસર કરવા માટેની યોજનાનો ત્વરીત અમલ કરાવવા સરકારે     આદેશ    કર્યાનું જાણવા મળ્યું છે.

આ અંગે સત્તાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ રાજય સરકારની ''નલ-સે-જલ'' યોજનાં હેઠળ રાજકોટમાં અંદાજે ર૦ હજાર જેટલા ભૂતિયા નળ જોડાણોને નિયત ચાર્જ લઇને કાયદેસર કરવાની કામગીરી વહેલી તકે શરૂ કરાવવો. સરકારે મ્યુ. કોર્પોરેશનને આદેશ આપ્યો છે.

નોંધનિય છે કે તાજેતરમાં જ સ્ટેન્ડીંગ કમીટીએ આ યોજનાને સૈધ્ધાંતિક મંજુરી આપી દેવાઇ હતી.

સુત્રોનાં જણાવ્યા મુજબ ભૂતિયા નળ જોડાણને કાયદેસર કરાવવા માટે એક મહિનામાંજ કામગીરી શરૂ કરી દેવાશે મ્યુ. કોર્પોરેશનની ટીમ ભૂતિયા નળ શોધીને અરજદારોને ફોર્મ ભરાવી સ્થળ ઉપર જ નિયત ચાર્જ લઇ નળને કાયદેસર કરી આપશે તેવી વ્યવસ્થા ગોઠવાઇ રહી છે.

(4:09 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહત : સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 65,943 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 61,39,294 થઇ : હાલમાં 9,45,852 એક્ટીવ કેસ : વધુ 82,881 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 50,96,260 રિકવર થયા : વધુ 746 લોકોના મોત સાથે મૃત્યુઆંક 96,322 થયો access_time 1:12 am IST

  • બિહારમાં ગઠબંધનનો દોર શરૂ :પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટી, ચંન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી, બીએમપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ સાથે મળીને પીડીએ( પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયંસ) બનાવ્યુ: રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ સાથે વાતચીત ચાલુ: લોજપા અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં સામેલ થવા કહેણ : પપ્પુ યાદવે કહ્યું રાજ્યમાં ચાલી રહેલા 30 વર્ષનું મહાપાપ હવે ખતમ થશે access_time 12:53 am IST

  • ફ્રેન્ચ ઓપનમાં જબરો અપસેટ : એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર : ફ્રેન્ચ ઓપનમાં બ્રિટનના એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગયો છે : વાવરીન્કાએ મરે ને એક કલાક અને ૩૭ મિનિટમાં ૬-૧, ૬-૩, ૬-૨થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો access_time 3:11 pm IST