Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

શાપર-વેરાવળને નગરપાલિકાનો દરજજો આપવા કાલે જિલ્લા પંચાયતમાં ઠરાવ

વજીબેન અને હેતલબેનના પ્રશ્નોને લંબાણપૂર્વકના ગણાવી વહીવટી તંત્રએ જવાબ ન આપતા સામાન્ય સભામાં ઉકળાટ થવાની સંભાવના

રાજકોટ તા. ર૯ :.. જિલ્લા પંચાયતના વર્તમાન ચંૂટાયેલા સભ્યોના કાર્યકાળની અંતિમ ગણાતી સામાન્ય સભા આવતીકાલે બુધવારે સવારે ૧૧.૩૦ વાગ્યે પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઇ ખાટરિયાની અધ્યક્ષતામાં મળનાર છે. જેમાં શાપર - વેરાવળ તથા કોટડાસાંગાણી પંથકના વિસ્તાર અને વિકાસને ધ્યાને લઇને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજજો આપવા માટે અધ્યક્ષ સ્થાનેથી ઠરાવ થશે. સ્થાનિક ઔદ્યોગિક સંગઠને આ માટે માંગણી કરેલ છે. ઠરાવ સરકારમાં મોકલાશે.

કોંગી સભ્ય હેતલબેન ગોહેલે અગાઉની સામાન્ય સભાઓમાં પૂછાયેલ પ્રશ્નો સંદર્ભે થયેલ કામગીરી બાબતે માહિતી માંગેલ. વજીબેન સાંકળીયાએ પ્રિ. ઓડીટ અને સભ્યોની ગ્રાન્ટના વપરાશ અંગે પ્રશ્ન પૂછેલ. આ બન્ને પ્રશ્નોને વહીવટી તંત્રએ લંબાણપૂર્વકના ગણાવી જવાબ આપવાનું ટાળ્યું છે. આ મુદ્ે ઉકળાટ થવાની સંભાવના છે.

(3:40 pm IST)