Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

દુકાનોમાં સોશ્યિલ ડીસ્ટન્સનું પાલન ન કરનાર વેપારીઓ સહિત ૨૬ ઝડપાયા

રાજકોટ,તા. ૨૯: શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇ કાલે શહેરના અલગ અલગ વિસ્તારમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી તથા નાસ્તાગૃહ, દાળ પકવાન, અને પાનની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સન ન જાળવનાર વેપારીઓ સહિત ૨૬ લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.

બી ડીવીઝન પોલીસે બેડી ચોકડી પાસેથી ઇકો ચાલક સંજય ભુપતભાઇ બાલધરા તથા થોરાળા પોલીસે દૂધ સાગર રોડ જુણેજા પાન નામની દુકાન ધરાવતા ફિરોઝ ઉર્ફે જીગો દોશમહંમદભાઇ, દુધસાગર રોડ ગામેતી હોલની બાજુમાં બીસ્મીલ્લાહ પાન નામની દુકાન ધરાવતા દાઉદ નાથાભાઇ સોલંકી, તથા ભકિતનગર પોલીસે હરીધવા મેઇન રોડ રામ પાર્ક-૧માં કોરોન્ટાઇન કરાયેલા અશોક ભીમજીભાઇ ધેલાણી, મીલન અશોકભાઇ ધેલાણી, વીપુલ રામજીભાઇ પરસાણા, તથા આજીડેમ પોલીસે સરધાર ગામના બસ સ્ટેશન પાસે કાશીપરા શોપીંગ સેન્ટરમાં જય ખોડીયાર પ્રોવિઝન સ્ટોર ધરાવતા રાહુલ દિનેશભાઇ સોરાણી, આજીડેમ ચોકડી પાસેથી રીક્ષા ચાલક મહેશ ધીરૂભાઇ સંથાર, તથા માલવીયાનગર પોલીસે જયંત કે.જી મેઇન રોડ પર દીનકર કોલોનીમાં હોમ કોરન્ટાઇન કરાયેલા હાર્દી નરેશભાઇ ગોસ્વામી, ગોંડલ રોડ પી.ડી.એમ કોલેજ પાસે ટેસ્ટ કીંગ દાળ પકવાન નામની રેકડી ધરાવતા નીતીન મગનભાઇ ચૌહાણ, રામનગર મેઇન રોડ પર જય સોમનાથ પાન નામની દુકાન ધરાવતા અમૃત પ્રતાપભાઇ જરીયા, અતિથિ ચોક પાસે શ્રી અંબિકા નાસ્તાગૃહ નામની દુકાન ધરાવતા વીપુલ ભીખુભાઇ ભટ્ટી, મવડી મેઇન રોડ આનંદ બંગલા ચોક પાસે સિલ્વર બેકરી નામની બેકરી ધરાવતા પ્રકાશ જગદીશભાઇ વરાણ, તથા પ્રનગર પોલીસે રેલનગર શેરી નં. ૧૧ બ્લોક નં. ૧૯૪ -બી કોરન્ટાઇન ઝોનમાંથી શકિતસિંહે વિજયસિંહ જાડેજા, બહુમાળી ભવન પાસેથી રીક્ષા ચાલક રૂખડ વીડાભાઇ ભરવાડ, તથા ગાંધીગ્રામ પોલીસ રૈયા રોડ હનુમાન મઢી પાસેથી રીક્ષા ચાલક મુકેશ બાલુભાઇ મોરબીયા, રૈયા રોડ હનુમાન મઢી પાસેથી રીક્ષા ચાલક પ્રવિણ જેઠાભાઇ ચાવડા, દોઢસો ફૂટ રીંગ રોડ પરથી રીક્ષા ચાલક મુકેશ હસમુખભાઇ દવે, રીક્ષા ચાલક કાનજી દેવાભાઇ વરૂ, બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી ઇકો ચાલક ઇમ્તીયાઝ અયુબખાન પઠાણ, બાઇક ચાલક સીરાઝ ઇકબાલભાઇ શેખ, તથા તાલુકા પોલીસે કોસ્મોપ્લસ ટાવર નીયર સાનીધ્યાગ્રીનમાં હોમ કોરોન્ટાઇન કરાયેલા સર્વજીત ઘનશ્યામભાઇ પરસાણીયા, પાટીદાર ચોક પીરવાડી પાર્ટી પ્લોટ સામેથી રીક્ષાચાલક રાહુલ કાનાભાઇ ખરા, પાટીદાર ચોક પીરામીડ પાર્ટી પ્લોર્ટ સામે કન્ટેઇન મેન્ટ ઝોનમાંથી નીલેશ નાથાભાઇ વાજા, કટારીયા ચોકડી પાસેથી રીક્ષા ચાલક પરેશ ઉર્ફે લાલો યોગેશભાઇ શાહ, તથા યુનિવર્સિટી પોલીસે પંચાયતનગર ચોક પાસે શુભમ ડીલકસ પાન નામની દુકાન ધરાવતા ભરત રામભાઇ સોલંકીને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:20 pm IST)
  • IPLમાં કુલ ૩૪૯૮ રન બન્યા : ૧૫૩ છગ્ગાઓ લાગ્યા : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચ ઉપર : ગઈકાલ સુધી આઈપીએલમાં ૧૦ મેચ રમાયા : ૨૩૭૯ બોલ ફેંકાયા : જેમાંથી ૩૪૯૮ રન બન્યા : ૧૨૧ વિકેટો પડી : ૧૫૩ છગ્ગાઓ, ૨૭૧ ચોગ્ગા લાગ્યા : ૨૩ ફીફટી અને ૨ સદી બની : ૨૨૨ રન સાથે લોકેશ રાહુલ ટોચના સ્થાને છે access_time 3:11 pm IST

  • ફ્રેન્ચ ઓપનમાં જબરો અપસેટ : એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર : ફ્રેન્ચ ઓપનમાં બ્રિટનના એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગયો છે : વાવરીન્કાએ મરે ને એક કલાક અને ૩૭ મિનિટમાં ૬-૧, ૬-૩, ૬-૨થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો access_time 3:11 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહત : સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 65,943 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 61,39,294 થઇ : હાલમાં 9,45,852 એક્ટીવ કેસ : વધુ 82,881 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 50,96,260 રિકવર થયા : વધુ 746 લોકોના મોત સાથે મૃત્યુઆંક 96,322 થયો access_time 1:12 am IST