Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

સોનાના દાગીના-રોકડની ચોરીના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ર૯: સોનાના દાગીના તેમજ અને રોકડ રકમની ચોરીમાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અરજીને સેસન્સ કોર્ટે રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે આરોપી અર્જુન જેન્તી સોલંકી રે. કીશાન ગૌશાળા આજી ડેમ ચોકડી, રાજકોટએ ફરીયાદી શશીકાન્ત પરસોતમ કાનાણીના રહેણાક મકાન કેવડાવાળી શેરી નં. ૧ર માંથી ગઇ તા. રપ-૧-૧૯ થી ર૭-૧-૧૯ દરમ્યાન પોતાનું મકાન બંધ કરી બહારગામ ગયેલ હોય તે દરમ્યાન મકાનની વંડી ટપી મકાનના બારણાના નકુચા તોડી રૂમમાં પ્રવેશી કબાટમાં રહેલા સોનાના દાગીના આશરે પ તોલા જેની કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/- તેમજ રૂ. ર,૦૦,૦૦૦/- કુલ મળી રૂ. ૩,૦૦,૦૦૦/- ચોરી કરેલ હતી. આરોપી અન્ય ગુનામાં ગોંડલ સીટી પોલીસ દ્વારા અટક કરેલ હોય આ કામના આરોપીઓ ગોંડલ તથા રાજકોટ શહેરમાં ચોરીની કબુલાત આપતા હાલની ચોરીનો માલુમ પડેલ અને તે અનુસંધાને આરોપીની રાજકોટ પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતાં.

આ દરમ્યાન આરોપી અર્જુન જેન્તી સોલંકી દ્વારા જામીન પર મુકત થોવા અરજી કરવામાં આવેલ તે સામે સરકારી વકીલ દ્વારા સરકારીવકીલ એ. એસ. ગોગિયા દ્વારા સ્પષ્ટ રજુઆત કરવામાં આવેલ કે માત્ર ચાર્જશીટ ફાઇલ થવાથી ગુનાની ગંભીરતા ઘટી જતી નથી તેમજ અરજદાર આરોપી અન્ય ૧૦ ગુનામાં સંડોવાયેલ છે. તદઉપરાંત ચોરાયેલ મુદામાલમાંથી રપ ગ્રામ સોનું અને ૯પ૦૦/- કબજે થયેલ હોય બીજો મુદામાલ રીકવર કરવાનો બાકી છે. તેમજ આરોપી દ્વારા બદલાયેલ સંજોગો સાબીત કરી શકેલ નથી તથા જામીન પર મુકત થતા ફરીથી ઘરફોડી કે ચોરી કરે અથવા નાસી ભાગી જાય તેમજ ટ્રાયલ દરમ્યાન હાજર ન રહે તેવી પુરતી શકયતા હોય જેથી જામીન અરજી રદ કરવી જોઇએ.

એડીશનલ સેસન્સ જજશ્રી પી. એમ. ત્રિવેદી દ્વારા સરકારપક્ષેની દલીલો માન્ય રાખી હાલના તબકકે અરજદાર આરોપીને જામીન પર મુકત કરવા ન જોઇએ તેમ ઠરાવી અરજદાર આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે. આ સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ એસ. ગોગીયા રોકાયેલ હતા.

(3:18 pm IST)
  • બિહારમાં ગઠબંધનનો દોર શરૂ :પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટી, ચંન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી, બીએમપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ સાથે મળીને પીડીએ( પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયંસ) બનાવ્યુ: રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ સાથે વાતચીત ચાલુ: લોજપા અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં સામેલ થવા કહેણ : પપ્પુ યાદવે કહ્યું રાજ્યમાં ચાલી રહેલા 30 વર્ષનું મહાપાપ હવે ખતમ થશે access_time 12:53 am IST

  • ટ્રેકટર સળગાવવા મામલે પીએમ મોદીની ટિપ્પણીઃ જેમની ખેડૂતો પૂજા કરે છે તેને જ વિપક્ષે આગ લગાડી access_time 4:04 pm IST

  • નાગપુર સહિત પૂર્વ વિસ્તારમાં ચોમાસાનો અંતિમ રાઉન્ડ ચાલુ ૧૦ ઓકટોબર પહેલા ચોમાસું પાછું ખેંચાશે નહીં : આ ચોમાસાની સિઝનનો ગાજવીજ સાથે વરસાદનો અંતિમ રાઉન્ડ નાગપુર સહિત પૂર્વ વિદર્ભમાં ચાલી રહ્યો છે. ૩૦ સપ્ટેમ્બરથી અહીં ગરમ અને સૂકું હવામાનની સંભાવના છે. ૧૦ ઓકટોબર પહેલા ચોમાસુ પાછું ખેંચવાની શકયતા નથી. access_time 3:59 pm IST