Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

વૃંદાવન ગ્રીનસીટીમાં બિલ્ડીંગના બીજા માળેથી પડી જતા ૮ વર્ષના અભિષેકનું મોત

રાજકોટ તા. ર૯ :.. દોઢસો ફુટ રોડ વાવડીમાં વૃંદાવન ગ્રીનસીટીના નવા બનતા બીલ્ડીંગના બીજા માળેથી પડી જતા આઠ વર્ષના બાળકનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ વાવડી પાસે પુનીતનગરના ટાંકા પાસે આવેલ વૃંદાવન ગ્રીનસીટીના નવા બનતા બીલ્ડીંગની સાઇડ પર રહેતા મંગળસિંહ પરમારનો આઠ વર્ષના પુત્ર અભિષેક પરમાર ગઇકાલે અન્ય બાળકો સાથે બીલ્ડીંગમાં રમતો હતો. ત્યારે બીજા માળે સીડી પરથી પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા  થતા તાકીદે સારવાર માટે દોશી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. મૃતક અભિષેક બેભાઇ અને બે બહેનમાં મોટો હતો. માતા-પિતા નવા બનતા બીલ્ડીંગમાં કડીયા કામ કરે છે. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. પ્રવિણભાઇ જીલરીયા અને રાઇટર લાલજીભાઇ આડેદરાએ કાર્યવાહી કરી હતી.

(3:14 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહત : સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 65,943 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 61,39,294 થઇ : હાલમાં 9,45,852 એક્ટીવ કેસ : વધુ 82,881 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 50,96,260 રિકવર થયા : વધુ 746 લોકોના મોત સાથે મૃત્યુઆંક 96,322 થયો access_time 1:12 am IST

  • બિહારમાં ગઠબંધનનો દોર શરૂ :પપ્પુ યાદવની જન અધિકારી પાર્ટી, ચંન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી, બીએમપી અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ સાથે મળીને પીડીએ( પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયંસ) બનાવ્યુ: રાલોસપાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ સાથે વાતચીત ચાલુ: લોજપા અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં સામેલ થવા કહેણ : પપ્પુ યાદવે કહ્યું રાજ્યમાં ચાલી રહેલા 30 વર્ષનું મહાપાપ હવે ખતમ થશે access_time 12:53 am IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ઘટતા નવા કેસ અને રિકવર થનારની વધતી સંખ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 80,500 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 62,23,519 થઇ હાલમાં 9,40,473 એક્ટીવ કેસ: વધુ 86,061 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 51,84,634 રિકવર થયા : વધુ 1178 લોકોના મોત સાથે મૃત્યુઆંક 97,529 થયો access_time 1:04 am IST