Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની એ.જી.એમ. તોફાની બનીઃ પાંચ સભ્યોને ડીસકવોલીફાઇ કરવા પ્રસ્તાવઃ એજીએમમાં મીડિયા માટે પ્રવેશબંધી

રાજકોટઃ આજે બપોરે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની એજીએમ  (એન્યુઅલ જનરલ મીટીંગ-વાર્ષિક સાધારણ સભા) અપેક્ષા મુજબ તોફાની બની રહી હતી.

આક્ષેપ અને પ્રતિ આક્ષેપ કરવામાં આવતા મહાજનની સંસ્થાને ગરીમાને નુકસાન પહોચ્યું છે પ્રારંભે જનરલ બોર્ડમાં ગેરહાજર રાજ્યોના મામલે તુ...તુ...મેં મે થયું હતું.

 આ આ એજીએમમાં મીડિયા માટે પ્રવેશ બંધી ફરમાવેલ અને પત્રકારો અને ફોટો ગ્રાફરોને પ્રવેશવા દેવામાં આવ્યા નહોતા, જેની જબરી ટીકા થઇ રહી છે.

આ એએજીએમમાં આંતરિક જુથવાદ અને રાજકારણે લબકારા માર્યા હતા પડદા પાછળ મોદી-અદાણી જૂથ અને વીપી.જુથ સામસામે આવી ગયા હતા.

કારોબારી અને સામાન્ય સભામાં સતત ગેરહાજર રહેતા સભ્યોને ડીસકવોલીફાઇ કરવાના મામલે ગરમાગરમી થઇ હતી. બાદમાં ૫ સભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ પાસ થયો હતો.

 નોંધનીય છે કે તાજેતરમાં પ્રમુખપદની ચૂંટણી વખતે ૨ જૂથ સામસામે આવી ગયા હતા.

(7:05 pm IST)