Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

મેન્ટર

સર્જનનું વિસર્જન

આપણો દેશ ભારત અને ભારત એટલે બિનસાંપ્રદાયિક ભારત. સર્વધર્મ સમભાવની ભાવના એટલે ભારત ! સર્વધર્મ નો સાર સર્જન અને વિસર્જન આ બે શબ્દોની શાબ્દિકતા અને અર્થસુચકતાનો ઘોતક. હિન્દૂ રાષ્ટ્ર તરીકે પ્રબોધાતા ભારતમાં હિન્દૂ ધર્મનું અનેરૂ મહત્વ છે. આપણાં દેશમાં તહેવારો એટલે ઉત્સવ અને આવા તહેવારોનું ખૂબ મહત્વ છે. પ્રાદેશિક તહેવારો પણ હવે પ્રાદેશિકતા ની દિવાલ લાંગરીને સર્વપ્રજા પ્રિય બન્યા છે. આવો જ પ્રજાપ્રિય તહેવાર તરીકે જાણીતો અને સર્વધર્મપ્રેમી જનતા જેને હોંશભેર ઉજવે છે એ તહેવાર એટલે દુંદાળા દેવ ની સ્તુતિ નો અવસર. આમ તો તહેવાર ગણેશચતુર્થી આ માત્ર એક તહેવાર જ નથી પરંતુ હિન્દૂ-મુસ્લિમ એકતા નું એક પ્રતીક પણ છે.

જયારે મુંબઈમાં લાલબાગના રાજાનું વિસર્જન થાય છે તેની આરતીમાં હિન્દૂ અને મુશ્લિમ બંને જોડાય છે  પરંતુ તહેવાર જયારે તહેવાર નહીં પણ ફેશન બની જાય, મોજ શોખ માટેનું એક કારણ બની જાય પછી એ તહેવારની પવિત્રતા જળવાતી નથી. જે ગણપતિ ને ભાવતાલ કરીને ઘરે વાજતે ગાજતે હોંશભેર પ્રવેશાવી ને ૧૧ દિવસ એ જ ભાવતાલ કરેલ ગણપતિ પાસે ભર પેટ માંગવું, સુખ પ્રાપ્તિનું, સમૃદ્ઘિનું લિસ્ટ મૂકી ભાવ અને તાલ નો કોઈ મેળ કર્યા વગર બસ સર્જનહાર સાથે સ્વાર્થી બની જતો માણસ છેલ્લા દિવસે વિસર્જન કરી નાખે છે તે સમયે કદાચ ભગવાન પણ એવું કહેતા હશે કે રોજ માંગવા આવો છો કોઈ દિવસ તો મળવા આવો. આ વાત આપણે બધા જાણીએ છીએ કે વિસર્જન પછી એ મૂર્તિઓ ની કેવી દશા હોય છે. જે મૂર્તિ ઘરમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ લાવતા સમયે જો ખંડિત હોય તો ના ચાલે, અપશુકન ગણીએ પરંતુ વિસર્જન પછી એ જ મૂર્તિ ની શું દશા થાય છે તેની કોઈ ચિંતા કરતું નથી. શ્રદ્ઘા એ શ્રેષ્ઠ બાબત છે.

શ્રદ્ઘ શ્રેષ્ઠ - સર્જન શ્રેષ્ઠ - પરંતુ આ વિસર્જન? આ મૂર્તિઓનું વિસર્જન ખરેખર શું વિસર્જન થાય છે? વિસર્જન એટલે નવું સર્જન. પરંતુ આ મૂર્તિઓની વિસર્જન બાદ ની દશા શું હોય છે એ આપણે જોઈએ છીએ કે એ મૂર્તિ પ્રત્યે જે ભાવ અને તાલ થી આપણે મેળવી છે એમાં વિસર્જન પછી કોઈ ભાવ રહેતો નથી બસ તાલ ના પગલે મૂર્તિ ને વિસર્જિત કરાય છે અને ત્યારે આનંદ ઉત્સાહમાં અને તાલ ની ધુને નાચતો માણસ અકસ્માતનો ભોગ બની જાય છે તેની ખબર રહેતી નથી અને દ્યર પરીવાર અનિમેષ રાહ જોતો રહી જાય છે ત્યારે વિસર્જન મૂર્તિનું નહીં કેટલાય સંબંધો નું થાય છે.

     ઘરમાં રહેલ ગણેશજી ની મૂર્તિને પણ કે જે કાયમી સ્થાપિત છે એમને બહાર લાવી ઉત્સવ મનાવી પુનઃ મંદિરમાં સ્થાપિત કરી શકાય અથવા તો એવી શુકનવંતી વસ્તુના ઉપયોજન દ્વારા ગણેશજીની મૂર્તિ બનાવી શકાય. જેનું સમયાંતરે વિસર્જન સંપૂર્ણ પણે કણ કણ માં વ્યાપ્ત થઈ જાય. આપણે ઔપચારિકતાને ટાળી ને, શ્રદ્ઘાના આડંબરને ટાળી ને તહેવાર ને ઉજવીશું તો જ એ સાચી ઉજવણી કહેવાય. ઘર ના મંદિરની અંદર કાયમને માટે જો કોઈ મૂર્તિ રાખવામાં આવે એ પછી કોઈ પણ ભગવાનની હોય તો તેનું મહત્વ ખૂબ જ હોય છે જરૂરી નથી કે કોઈ મોટા તીર્થ સ્થાન ઉપર જાવ કે તહેવારોમાં દિવસમાં પાંચ વાર દર્શન કરવા જાવ તો જ તમારી પ્રાર્થના સંભળાય. ભગવાન શ્રદ્ઘાના ભૂખ્યા હોય છે દેખાડો કરવાના નહીં અને એટલે જ કોઈએ કિધુ છે કે , હોય શ્રદ્ઘા તો પુરાવાની શું જરૂર ગીતા માં કયાંય કૃષ્ણની સહી થોડી છે.

પાર્થ ઉવાચ :-

ગરીબ કે બચ્ચે ભી અચ્છે કપડે પહેન શકે ત્યોહારો મેં, શાયદ ઇસી લિયે ભગવાન ખુદ બીક જાતે હૈ બાઝારો મેં.

પાર્થ કોટેચા

(મો.૯૯૦૪૪૦૬૬૩૩)

(3:56 pm IST)