Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

સ્થાનકવાસી જૈન સમાજના કુટુંબોના વસ્તીપત્રક ફોર્મનું કાલે સંઘ જમણમાં વિતરણ

ફોર્મ ભરી ત્યાં જ પરત આપી શકાશે

રાજકોટઃ તા.૨૯, શ્રી સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘો રાજકોટ દ્વારા ઐતિહાસિક સાંકળ રચી રાજકોટમાં વસતા જૈનોનું વસ્તીપત્રક બનાવવાનું આયોજન  છે. જેના ફોર્મ સ્વામી વાત્સલ્ય સામુહિક સંઘ જમણના પાસ વિતરણ સાથે દરેક સંઘોમાં આપેલ. જેઓએ સંઘમાં પરત કર્યા ન હોય તેઓને  સંઘમાં ફોર્મ જમા કરાવી શકશે. એકતામાં અનેકતા પરસ્પર સહયોગની વિચારધારા દ્વારા, એકમેકનાં મન સુધી પહોંચવાનું વ્યકિતગતરૂપે ધંધાકિય સ્વરૂપે વસ્તીપત્રના માધ્યમથી શકય બને રાજકોટમાં વસતા જૈનોનું વસ્તીપત્રકમાં જુદી જુદી સરનેઇમ ધરાવતા જૈન કટુંબો રાજકોટના કયા વિસ્તારમાં રહેણાંક ધરાવે છે. તેઓની નોકરી ધંધાની વિગતની પધ્ધતિસર તારવણી કરી એબીસીડી વાઇઝ ગોઠવણી કરી રાજકોટ જૈન જગત ડિરેકટરી ૨૦૧૮ તૈયાર કરવામાં આવશે.

  કાલે રવિવારના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પુણ્યાશ્રાવક નગરી ખાતે સ્વામી વાત્સલ્ય સામુહિક સંઘ જમણ સવારે ૧૦ થી ૧ રાખવામાં આવેલ છે ત્યાં વસ્તીપત્રકના ફોર્મ ઉપલબ્ધ છે.   ધંધાના વિઝીટીંગ કાર્ડ જોડી વસ્તીપત્રકનું ફોર્મ ભરી ત્યાં જ જમા કરાવી શકાશે. (૪૦.૮) 

 

(3:48 pm IST)