Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

'સૌનો સાથ, સૌનો વિકાસ' - ભલે પધારો નરેન્દ્રભાઇ : વડાપ્રધાનના સ્વાગતનો થનગનાટ

આઇ-વે પ્રોજેકટનાં લોકાર્પણ માટે ઘર-ઘરની મહિલાઓ વડાપ્રધાનનો આભાર માનશે : અંજલીબેનઃ રાજકોટ સાથે આત્મિયતા ધરાવતા નરેન્દ્રભાઇને વધાવવા ઉમટી પડો : ભારદ્વાજ માનવીય સંવેદના - જીવન જરૂરીયાત સાથે જોડાયેલી યોજનાઓ નગરજનોને ચિરકાળ સુધી યાદ રહેશે : ભંડેરી

આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતની તૈયારી માટે યોજાયેલ ભાજપના મહિલા મોરચાની બેઠકને સંબોધી રહેલા પ્રભારી અંજલીબેન રૂપાણી દર્શાય છે.

રાજકોટ તા. ૨૯ : આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ ખાતે આવી રહ્યા છે ત્યારે તેઓના સ્વાગત માટે શહેર ભાજપના આગેવાનો - કાર્યકરો અને હોદ્દેદારોમાં થનગનાટ પ્રવર્તી રહ્યા છે અને વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉમટી પડવાની અપીલ સાથે કાર્યક્રમની તડામાર તૈયારી કરી રહ્યા છે જેનું સંકલન આ મુજબ છે.

સાંસદ - ધારાસભ્યનો અનુરોધ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શહેરમાં આવી રહ્યા છે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપરાંત ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી તથા લાખાભાઇ સાગઠીયાએ વડાપ્રધાનના આગમનને આવકારી આ કાર્યક્રમની શોભા વધારવા રાજકોટવાસીઓને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

કોર્પોરેશનના  પદાધિકારીઓની અપીલ

દેશની પ્રગતિ માટે અવિરત પ્રયત્નશીલ રહેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગાંધી અનુભૂતિ કેન્દ્ર ઉપરાંત બે આવાસ યોજના અને આઇ વે પ્રોજેકટ ફેઝ-૨દ્ગક્ન લોકાર્પણ માટે રવિવારે રાજકોટ પધારનાર છે. રાજકોટ શહેરના પ્રથમ નાગરીક મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી અને દંડક અજયભાઇ પરમારે ઉપરોકત લોકોપયોગી યોજનાઓના ભવ્યાતીભવ્ય આયોજનમાં નગરજનોને પોતીકો પ્રસંગ સમજી પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

ભાજપ સંગઠનના  અગ્રણીઓની હાકલ

લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમની સૌપ્રથમ ચુંટણી રાજકોટમાંથી લડ્યા હતા. આ રીતે તેમનો રાજકોટ સાથે બે દાયકા કરતા વધારે સમયથી વિશેષ સંબંધ છે. તેઓ આવતીકાલે રવિવારે ગાંધી અનુભૂતિ કેન્દ્રના લોકાર્પણ પ્રસંગ માટે રાજકોટ પધારી રહ્યા છે ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મહામંત્રી દેવાંગભાઇ માંકડ, જીતુભાઇ કોઠારી અને કિશોરભાઇ રાઠોડે રાજકોટના રાષ્ટ્રપ્રેમી નાગરીકોને ચૌધરી હાઇસ્કૂલ ખાતે યોજાયેલી વડાપ્રધાનની જાહેરસભામાં ઉમટી પડવા આહવાન કર્યુ છે.

ધનસુખભાઇ ભંડેરી

રાજકોટના મેયર બંગલામાં વિવિધ સમાજના અગ્રણીઓની બેઠક શુક્રવારે સાંજે યોજાઇ હતી. તેને ભાજપના અગ્રણી અને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ  બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીએ સંબોધી હતી. આ તકે તેમણે જણાવ્યું હતુ કે, ભારતીય જનતા પાર્ટીનું સુત્ર રહ્યું છે, 'સૌનો સાથ, સૌનો વિકાસ.' આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા, ગરીબી નિવારણ, રોજગાર તેમજ સિનિયર સિટીઝનો માટેની કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી વિવિધ યોજનાઓ આનો બોલતો પુરાવો છે. ભાજપની દરેક યોજનાઓ દરેક સમાજની માનવીય સંવેદનાઓ, નૈતિકમૂલ્યો અને જીવન જરૂરીયાત સાથે જોડાયેલી રહી છે. ત્યારે હું નગરજનોને આવા ચીરકાળ સુધી યાદ રહે તેવા આયોજનમાં સમ્મિલિત થવા માટે ઉષ્માપુર્ણ આમંત્રણ છે.

નિતીનભાઇ ભારદ્વાજ

રાજકોટ શહેર સાથે આત્મિય નાતો ધરાવતા લોકલાડીલા વડાપ્રધાન શહેરમાં પધારી રહ્યા છે. વડાપ્રધાનનું મનનીય પ્રવચન સાંભળવા દરેક ભારતીયજનોની માફક રાજકોટવાસીઓમાં પણ એક પ્રકારની ઉત્કંઠા પ્રવર્તી રહી છે. પ્રદેશ ભાજપ અગ્રણી  નિતિનભાઇ ભારદ્વાજ દ્વારા શહેરીજનોને વડાપ્રધાનશ્રીનું પ્રેરણાદાયી વકતવ્ય સાંભળવા અનુરોધ કર્યો છે.

ભાજપ મહિલા મોરચો

ગાંધી અનુભૂતિ કેન્દ્રના લોકાર્પણ નિમિતે નરેન્દ્ર મોદીના આગમનને વધાવવા માટે મહિલા મોરચા શહેર ભાજપ પ્રભારી શ્રીમતિ અંજલીબેન રૂપાણી, મહિલા મોરચા શહેર ભાજપ પ્રમુખ શ્રીમતિ નયનાબેન પેઢડીયા અને મહિલા મોરચા શહેર મહામંત્રીઓ શ્રીમતિ કિરણબેન માકડીયા તેમજ પુનિતાબેન પારેખની આગેવાનીમાં મહિલા મોરચાની કાર્યકર્તા બહેનો, શૈક્ષણિક અને સામાજીક ક્ષેત્રે કામ કરતી બહેનોએ પોતાની કમર કસી છે. મહિલા મોરચાની મળેલી બેઠકમાં કાર્યક્રમને ચિરસ્મરણીય બનાવવા તેમજ વડાપ્રધાનને આવકારવા માટેની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને આઇ-વે પ્રોજેકટ ફેઝ-૨ના લોકાર્પણને લઇને મહિલાઓમાં ખુબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રૂપિયા ૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-૨નું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે થવાનું છે. રાજકોટની મહિલાઓ પોતાની સુરક્ષા બાબતે સંપુર્ણ નિશ્ચિત થશે તેવું આ બેઠકમાં ઉપરોકત મહિલા અગ્રણીઓએ જણાવ્યું હતું. તા. ૩૦ના રોજ ચૌધરી હાઇસ્કૂલ ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાકલ કરી હતી.

જૈમનભાઇ ઉપાધ્યાય

રાજકોટને વિશ્વસ્તરનું ગાંધી મ્યુઝીયમ આપવા ઉપરાંત ગરીબોના ઘરના ઘરનું સપનું સાકાર કરતી આવાસ યોજના અને શહેરને સુરક્ષિત કરનાર આઇ-વે પ્રોજેકટના બીજા ફેઝની પણ ભેટ આપવાના છે ત્યારે તેમની જાહેરસભામાં ઉત્સાહભેર ભાગ લેવા જૈમનભાઇએ અપીલ કરી છે.(૨૧.૨૨)

(5:53 pm IST)