Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

તું અહિ કેમ આવ્યો? કહી ભગવતીપરામાં ઇમરાનને કાકા ભીખુભાઇએ છરી ઝીંકી

રાજકોટ તા. ૨૯: ભગવતીપરામાં રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો ઇમરાન સુલેમાનભાઇ સંઘાર (ઉ.૨૫) આશાબાપીરની દરગાહ પાસે રહેતાં સગાના ઘરે જતાં ત્યાં જ રહેતાં તેના કાકા ભીખુભાઇ ઉર્ફ અબ્દુલભાઇ કાસમભાઇએ 'તું અહિ કેમ આવ્યો?' કહી છરીથી હુમલો કરી હાથે-પગે ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.ઇમરાનના પત્નિ સલમાબેનના કહેવા મુજબ કાકા સાથે અગાઉથી મનદુઃખ ચાલે છે તેનો ખાર રાખી હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(12:08 pm IST)