Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

રાજકોટના અજયસિંહ જાડેજા અને ધ્રુવ ઓઝાએ હિમાલયનું 'હનુમાન ટીંબા' સર કર્યુ

રાજકોટ તા. ૨૯ : રાજય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા એડવેન્ચર વર્ષ ૨૦૧૮ માં હિાલય શિખર હનુમાન ટીંબા સર કરવા અભિયાન હાથ ધરાયુ હતુ. જેમાં ગુજરાતના ૨૦ યુવાનોની પસંદગી થયેલ. રાજકોટના અજયસિંહ જાડેજા અને ધ્રુવ ઓઝા તેમજ ચિંતન સુરાણીએ પણ હિસ્સો લીધો હતો. આ ટીમના ૧૨ સભ્યોએ ભારે વરસાદ, સ્નો ફોલ, લેન્ડ સ્લાઇટ, વાય આઉટ જેવી મુશ્કેલીનો સામનો કરીને શિખરના અંતિમ પડાવમાં હનુમાન ટીંબા ૧૮૯૩૩ ફુટ ની ઉંચાઇ સર કરી બતાવી હતી. આ કલીમિંગમાં જીવન જરૂરી સેફટી સાધનો સહીત ૧૭-૧૮ કિલોની બેગ પણ સાથે ઉઠાવવાની હોય છે. જે વધુ પડકારજનક બની રહે છે. પરંતુ આઇએમએફ ઇન્ડીયન માઉન્ટેનીયરીંગ ફાઉન્ડેશનના સહયોગથી આ સફળતા હાંસલ કરાઇ હતી. રાજકોટના ચિંતન સુરાણી, અજયસિંહ જાડેજા (મો.૯૮૨૫૪ ૯૯૯૭૯) અને ધ્રુવ ઓઝા (મો.૯૦૯૯૯ ૫૯૦૯૯) ને આ ઝળહળતી સિધ્ધી બદલ ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. (૧૬.૧)

 

(12:07 pm IST)