Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

યુ.જી.સી. રેમેડીયલ કોચીંગનો લાભ લેતા છાત્રો

 રાજકોટ : યુ.જી.સી. રેમેડિયલ કોચીંગ સેન્ટરના માધ્યમથી યુનિવર્સિટીના જુદા જુદા અનુસ્નાતક ભવનોમાં છાત્રોને અઘરા પડતા મુદાઓ, અભ્યાસક્રમમાં ન હોય પણ કારકીર્દી માટે આવશ્યક તેવા જે તે વિષયોના મુદાઓનું ભવન દ્વારા સંકલિત કરી પચાસ કલાકમાં વિશિષ્ટ અભ્યાસક્રમ કે જે ભવનના રેગ્યલર ટીચીંગ સમય સિવાયના એકસ્ટ્રા કલાકોમાં ગોઠવવાનું આયોજન જે તે અનુસ્નાતક ભવન અને સીસીડીસીના સંયુકત ઉપક્રમે યોજવામાં આવે છે. જેના ભાગરૂપે હિન્દી ભવન ખાતે સાહિત્યના જુદા જુદા આયામો અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી હિન્દી વિષયોના જુદા જુદા મુદાઓનો સમાવેશ કરી પચાસ કલાકનું આયોજન નિઃશુલ્ક કરવામાં આવેલ. જેમાં ભવનના અધ્યક્ષ પ્રો. બી.કે. કલાસવા,  ઉપકુલપતિ વિજયભાઇ દેશાણી, સીસીડીસીના સંયોજક ડો. નિકેશ શાહ, પ્રો. એસ.કે. મહેતા, પ્રો. એન.ટી. ગામીત અને કેનેરા બેંકના તજજ્ઞ ઉપસ્થિત રહી રાષ્ટ્રભાષાનું બેન્કીંગ ક્ષેત્રે અગત્યતા અંગે છાત્રોને માર્ગદર્શીત કરવામાં આવેલ હતા. કાર્યક્રમના ભવનના અધ્યક્ષ પ્રો. એચ.એસ. જોષી, પ્રો. સિપ્રા બાલુજા, ડો.રંજનબેન ખુંટ અને મોટી સંખ્યામાં છાત્રો ઉપસ્થિત રહેલા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સર્વશ્રી સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા અને આશિષભાઇ કીડીયાએ જહેમત ઉઠાવેલ હતી.

(4:12 pm IST)