Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

જેસીઆઇ યુવા દ્વારા હેલ્ધી બેબી સ્પર્ધા

 રાજકોટઃ જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા ''બેબીલેન્ડ હેલ્ધી સ્પર્ધા'' તથા એવોર્ડ સેરેમની કરાઇ હતી. જેમાં ૯૬ બાળકો વિજેતા થયા. આ સ્પર્ધામાં બે ગ્રુપ-૧ થી ૩ વર્ષના તથા ૩ થી ૬ વર્ષના બાળકોએ અને ૮-કેટેગરીનો સમાવેશ હતો. જેમાં દરેક કેટેગરીમાં ત્રણ ઉપરાંત એવોર્ડસ આપવામાં આવ્યા છે. સ્પર્ધામાં ઝોનમાંથી ફર્સ્ટ ઝોન પ્રેસીડેન્ટ કીરીટ ઉનડકટ, મનિષ ધ્રુવ, અશ્વિન ચંદારાણા, ગીરીશ ચંદારાણા, લાઇન નીરજ અઢીયા, તથા જયેશ જીવાણી તથા ભનુબેન કામલીયા, પ્રકાશભાઇ ધોળકીયાએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં જેસી રચના રૂપારેલ (પ્રેસીડેન્ટ), જેસી મનીષ પલાણ, જેસી વિશાલ પંચાસરા, જેસી ગોપાલ ઠકરાર તથા જેસીઆઇ રાજકોટ યુવાની ટીમે જહેમત ઉઠાવેલ હતી.

(3:48 pm IST)