Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

મનહરપ્લોટ જૈન સંઘમાં ''તપની તેજસ્વિતા સાંજી કે સંગ'' તપોત્સવઃ તપની અનુમોદના

ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા.ના સાંનિધ્યમાં

રાજકોટ,તા.૨૯: ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના સરળસમ્રાટ ગાદીપતિ પૂ.ગિરીશમુનિ મ.સા.ના અંતેવાસી શિષ્ય આત્મદિવાકર પૂ.સુશાંતમુનિ મ.સા.ના શ્રી મુખેથી વ્હેતી અસ્ખલિત પરમાત્માની જીનવાણીના પ્રભાવથી પ્રેરાઈને અને તપસ્વીઓના પોતાના પૂર્વભવના પુણ્યોદયે ત્રણ ઉપવાસના માસક્ષમણના તપસ્વીઓ, એક આયંબિલનું માસક્ષમણ એક ઉપવાસનું  સિધ્ધિતપ ત્રણ આયંબિલનું સિધ્ધિતપ અને એક ઉપવાસનું ધર્મચક્રના પુણ્યશાળી તપસ્વી આત્માઓના તપની અનુમોદનાર્થે ''તપની તેજસ્વિતા સાંજી કે સંગ'' તપોત્સવનો કાર્યક્રમ તાજેતરમાં શ્રી મનહરપ્લોટ સ્થા.જૈન સંઘ શેઠ પૌષધશાળાના પાવન અને પુનિત પ્રાંગણે ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા.ના સાંનિધ્યમાં યોજાઈ ગયો.

ચાતુર્માસ કલ્પ પસાર કરી રહેલ ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા.ની નિશ્રામાં શ્રીમતી નયનાબેન હિતેશભાઈ વોરા જૈનેત્તર શ્રીમતી અનપૂર્ણાબેન શુકલ અને શ્રીમતી રૂપલબેન ત્રિવેદી ઉપવાસના માસક્ષમણ તપ શ્રીમતી રંજનબેન કનકભાઈ અવલાણી આયંબિલના માસક્ષરણ તપ શ્રીમતી નિશાબેન ભરતભાઈ વોરા ઉપવાસના  ધર્મચક્ર તપ અને શ્રીમતી ચારૂબેન ભૂપતરાય અદાણી, શ્રીમતી પુનમબેન જયેશભાઈ ભરવાડા અને મધુરીબેન સતીષભાઈ પટેલ આયંબિલના સિધ્ધી તપ તેમજ શ્રીમતી સ્વીટુબેન મનીશભાઈ ગાંધી ઉપવાસના સિધ્ધી તપની તપશ્ચર્યાની અનુમોદનાનો તથા સાંજીનો અલભ્ય લાભ સંઘમાતા અનસુયાબેન મધુસુદન મોદીએ લીધેલ હતો. સંઘ પ્રમુખ ડોલરભાઈ કોઠારી તથા સંઘ સંચાલીત સુવિધિ મહિલા મંડળના પ્રમુખ પ્રિતીબેન દફતરી શાંતીનાથ પુત્રવધુ મંડળના પ્રમુખ કલ્પનાબેન મહેતાએ તપસ્વીઓ આમંત્રીત મહેમાન બહેનશ્રીનું સ્વાગત કરેલ હતું.

આત્મદિવાકર પૂ.સુશાંતમુનિ મ.સા.એ તપનો મહિમા બતાવી જૈન ધર્મમાં તપને શા માટે પ્રાધાન્ય આપવામાં આવેલ છે. તેની સમજણ આપેલ અને પર્યુષણ પર્વમાં ક્ષીર સમુદ્ર નવાઈ અઠાઈમાં વધુમાં વધુ તપસ્વીઓ જોડાઈ જશો અને પૂ.દેવ- ગુરૂ- ધર્મની કૃપાશીષે તમારો સંકલ્પ નિવિર્ઘને પુરો થઈ જશે તેવી પ્રેરણા કરેલ.

શ્રી મનહર પ્લોટ શાંતીનાથ પુત્રવધુ મંડળના પ્રમુખ કલ્પનાબેન મહેતા, કન્વીનર શ્રીમતી ભારતીબેન મુકેશભાઈ ખોખાણી, દીનાબેન ગિરીશભાઈ વોરા, મયુરીબેન રાજેન્દ્રભાઈ વોરા તથા શ્રી મનહરપ્લોટ સુવિધી મહિલા મંડળના પ્રમુખ પ્રિતીબેન રાજેન્દ્રભાઈ દફતરી કન્વીનર હર્ષાબેન બિપીનભા વારીયા, હર્ષાબેન સતીષભાઈ મહેતા, સુધાબેન તુરખીયાએ સાંજીના ગીત, ફટાણા ગાઈને ચાર ચાંદ લગાવ્યાં હતાં.

કાર્યક્રમમાં શ્રીમતી મીનાબેન પ્રવીણભાઈ પારેખ, માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ દફતરી, શ્રીમતી સોનલબેન ભાવેશભાઈ મહેતા, લતાબેન ચંદ્રકાંતભાઈ દફતરી, ચંદ્રિકાબેન જવાહરભાઈ દફતરી, ભારતીબેન શાંતિલાલ મહેતા, હિનાબેન ગોહેલ, નિલાબેન શશીકાંતભાઈ દોશી ઉપસ્થિત રહી તપસ્વીઓની ભૂરી- ભૂરી અનુમોદના કરેલ તેમ દીનાબેન વોરાની યાદી જણાવે છે.

કાલે મહાવીર જન્મ વાચનઃ કયા અને કયારે

.    માંડવી ચોક દેરાસર         :     બપોરે ૨:૩૦ વાગે

.    બાવન જિનાલય            :     બપોરે ૨:૩૦ વાગે

.    વર્ધમાન નગર દેરાસર      :     સવારે ૯:૩૦ વાગ્યે

.    વૈશાલીનગર દેરાસર        :     સવારે ૯:૩૦ વાગ્યે

.    કાલાવડ રોડ જૈન સંઘ       :     સવારે ૯:૩૦

.    મણિયાર દેરાસર             :     સવારે ૯:૩૦

.    રણછોડનગર દેરાસર        :     સવારે ૯:૩૦ વાગ્યે

.    નાગેશ્વર પાર્શ્ચતનાથ તીર્થ   :     સવારે ૯:૩૦

.    પ્રહલાદ પ્લોટ દેરાસર       :     સવારે ૯:૩૦

.    યુનિ.રોડ શ્રી સુમતિનાથ જિનાલય           :        સવારે ૯:૩૦

.    પંચવટી જૈન દેરાસર        :     સવારે ૯:૩૦

.    ગાંધીગ્રામ દેરાસર           :     સવારે ૯:૩૦ વાગ્યે

.    ઘંટાકર્ણ મંદિર               :     સવારે ૯:૩૦ કલાકે

.    શાંતિનાથ જિનાલય         :     સવારે ૯:૩૦

.    શ્રમજીવી કાચનું જિનાલય   :     સવારે ૯:૩૦

.        આનંદનગર જૈન દેરાસર :        સવારે ૯:૩૦

(3:33 pm IST)