Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

વિજ ચોરીના ગુનામાં જેતપુરના વેપારીનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા.૨૯: જેતપુરના વેપારી અનિલભાઇ દામજીભાઇ મકવાણાનેૅ વિજ ચોરીના ગુનામાં કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકિકત એવી છે કે પી.જી.વી.સી.એલ. દ્વારા જેતપુરના વેપારી અનિલભાઇ મકવાણા વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવેલ કે તેઓએ જેતપુરમાં બોખલા દરવાજા વિસ્તારમાં આવેલ પાતાના રહેણાંક મકાનમાં આવેલ વિજ કનેકશન મીટરની પેટી ઉપર એક ગોળાકાર હેવી પ્રકારનું વિજ ચુંબક રાખી પેટીના અંદર રહેલ મીટરને ફરતું અટકાવી વિજ વપરાશ કરી વિજ ચોરી કરેલ છે. જે બીજી વખત કરેલી છે. સદરહું ફરીયાદી પરથી પોલીસ દ્વારા આરોપી સામે ધી ઇલેકટ્રીસીટી એકમની કલમ ૧૩૫ મુજબનો ગુન્હોં દાખલ કરી ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ. સદર કામે ફરીયાદ પક્ષે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સહીતના અન્ય સાક્ષીઓને તપાસેલ હતા તેમજ દસ્તાવેજી પુરાવો પણ રજુ કરેલ હતા.  રેકર્ડ પરના પુરાવાઓ તેમજ બન્ને પક્ષકારોના વકીલોની દલીલો ધ્યાને લઇ જેતપુરના સ્પેશ્યમ જજ(ઇલેકટ્રીસીટી એકટ) શ્રી જે.એ. ઠકકરએ ગુનાના કામે આરોપી અનિલભાઇ દામજીભાઇ મકવાણાને નિર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ. આ કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ શ્રી એ.એમ.પરમાર તથા શ્રી બ્રિજેશ પરમાર રોકાયેલા હતા.

(4:17 pm IST)