Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

૧૬મી સપ્ટેમ્બરે દાંડીયા - આરતી તથા ગરબો અને પ્રસાદ થાળ શણગાર સ્પર્ધા

સીઝન્સ સ્કવેર કલબ દ્વારા આયોજન : ફોર્મ વિતરણ

રાજકોટ, તા. ૨૯ : સામાજીક સેવા અને સમાજના ઉત્કર્ષ માટે અગ્રેસર સીઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સીઝન્સ સ્કવેર કલબ અને ફુલછાબ દૈનિક દ્વારા નોરતાના આગમન પૂર્વે દાંડીયા શણગાર, આરતી શણગાર, ગરબો શણગાર તથા પ્રસાદ થાળ શણગાર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શણગાર સ્પર્ધાઓ તા.૧૬ના રોજ ફુલછાબ હોલમાં યોજાવાની છે. સ્પર્ધા માટેના ફોર્મ (૧) સીઝન્સ સ્કવેર મોલ, અમીન માર્ગ (૨) સાંદીપની સ્કુલ, એ/૧૩, ઉદયનગર, ઈન્દ્રપ્રસ્થ હોલ પાછળ, મવડી મેઈન રોડ, મવડી ચોકડી પાસે (૩) રીના સ્કુલ, ૩/૪, સરદારનગર, હેમુ ગઢવી હોલ પાસે, ટાગોર રોડ, (૪) ઝેન ટેઈલર, રજત કોમ્પલેક્ષ, શોપ નં.૧૦૨, ૧૦૩, સરદારનગર મેઈન રોડ, એબીસી મેડીકલ સામે, રાજકોટ ખાતે ફોર્મ ભરી તા.૧૦ સુધીમાં જમા કરાવવાના રહેશે.

આ ઓપન રાજકોટ સ્પર્ધામાં ૧૫ થી ૬૦ વર્ષ સુધીના કોઈપણ સ્ત્રી તથા પુરૂષ ભાગ લઈ શકશે. દરેક સ્પર્ધામાં ત્રણ - ત્રણ ઈનામો સાથે કુલ ૧૨ વિજેતાઓને ઈનામોથી નવાજવામાં આવશે. સ્પર્ધાની ફી રૂ.૨૫ રાખેલ છે.

તસ્વીરમાં કુનાલ જોષી, અનિલભાઈ ગુપ્તા અને શ્રીમતી શીલાબેન તિવારી (મો.૯૯૧૩૫ ૫૧૫૩૯) નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૧૩)

(4:16 pm IST)