Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ડીસ્ટ્રીકટ બેંકના કર્મચારીઓની મંડળી સામે નિવૃત મંત્રીએ કરેલ રીકવરી અરજી ના મંજુર

રાજકોટ તા ૨૯ : રાજકોટના ડીસ્ટ્રી. કો.ઓપ.બેંક લી. કર્મચારીઓની  વિવિધ લક્ષી સહકારી મંડળી સામે નિવૃત મંત્રી દ્વારા  થયેલ રીકવરી અરજી ને મજુર અદાલતે રદ કરી હતી.

આ  કેસની  હકીકત એવી છે કે આર.ડી.સી. બેંક લી. કંપનીના  કર્માચારીઓની વિવિધલક્ષી સહકારી શરાફી મંડળી લી. સામે નિવૃત મંત્રી જયેશ આંબાભાઇ જસાણી દ્વારા ઓૈદ્યોગિક વિવાદધારાની કલમ ૩૩ (સી) (૨) હેઠળ આર.ડી.સી. બેંકના જુનીયર ઓફિસરની કક્ષાના લાભો વખતો વખત થનાર સેટલમેન્ટ મુજબ અમલ કરી ચુકવવા મંડળી સામે કુલ  રૂા ૮,૨૨,૧૯૬/ ની રકમ મેળવવા અરજી દાખલ કરેલ હતી.

બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ મજુર અદાલતના ન્યાયધીશશ્રી એવા તારણો ઉપર આવેલ કે સુધારેલ પેટા નિયમ અન્વયે મંત્રીના પગાર ગ્રેડેશન મુજબ તેને પગાર મળે તે અંગે સહમતી આપેલ છે. મંડળીની વાર્ષિક સાધારણ સભા જે ઠરાવ કરવામાં આવેલ તથા તે અન્વયે જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીએ મંજુરી આપેલ. મંજુરી ગેરકાયેદસર હોવાનો અરજદાર જો પડકારતા હોય તો તે ઓંદ્યોગિક વિવાદ ધારાની કલમ ૩૩(સી)(ર)  અન્વયે અરજીમાં   નિર્ણીત  થઇ શક ે નહીં. અરજદારનું કહેવું એવું હોય કે, એક વખત જુનીયર ઓફીસરના ગ્રેડમાં  પગાર અને લાભ  આપવાનું નક્કી કર્યા બાદ તેના વિરૂધ્ધમાં ઠરાવ થઇ શકે નહી અથવા તો ઠરાવ ગેરકાયદેસર છેે તો પણ તે અંગેનો નિર્ણય રીકવરી અરજીમાં થઇ શકે નહીં. સુપ્રિમ કોર્ટે મ્યુનિસિપલ દિલ્લી - ગણેશ રજાકના ચુકાદા ને ધ્યાને લઇ મજુર અદાલત દ્વારા અરજદારની હાલની અરજી નામંજુર કરતો હુકમ કરેલ છે.

આ કેસમાં આર.ડી.સી. બેંક કર્મચારીઓની  વિવિધલક્ષી  શરાફી  સહકારી કંડળી લી. તરફે એસ.બી. ગોગીયા એસોસીએટસ વતી એડવોકેટ અનિલ એસ. ગોગીયા, પ્રકાશ એસ. ગોગીયા (ગુજરાત હાઇકોર્ટ) તેમજ સીન્ધુબેન ગોગીયા રોકાયેલા હતા.

(4:16 pm IST)