Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ખેરડી સેવાદાયી સહકારી મંડળીની વ્યવસ્થાપક કમીટીમાં અરવિંદ રૈયાણી પ્રેરીત પેનલનો વિજય

રાજકોટઃ શ્રી ખેરડી સેવાદાયી સહકારી મંડળી લી. વ્યવસ્થાપક કમીટી- ૨૦૧૮ના સભ્યોની ચૂંટણી થતા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના માર્ગદર્શન હેઠળની પેનલનો ભવ્યવિજય થયેલ છે. સભ્યોમાં ખોડાભાઈ હરજીભાઈ લુણાગરીયા, હરજીભાઈ રાણાભાઈ પીપળીયા, છગનભાઈ ઉકાભાઈ પીપળીયા, રાજેશભાઈ ભાદાભાઈ રૈયાણી, છગનભાઈ ગિગાભાઈ મોલીયા, ટિબાભાઈ હરજીભાઈ સગપરીયા, નિતિનભાઈ ઘેલાભાઈ ડોબરિયા, વિનોદભાઈ રાણાભાઈ રામાણી, વલ્લભભાઈ ગોકળભાઈ રામાણી, સવિતાબેન કેશવજીભાઈ રામાણી તથા મહેશભાઈ વલ્લભભાઈ મોલીયા ચુંટાઈ આવ્યા છે. પેનલના વિજય થયેલા સભ્યો અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ આ જીત બદલ તમામ મતદારોનો અને ખેડૂતોનો આભાર વ્યકત કરેલ છે. ખેડૂતોની દરેક સમસ્યાનો ઉકેલ આવે અને ખેડુતના દરેક પ્રશ્નોને વાચા આપવા અરવિંદભાઈ રૈયાણીએ જણાવેલ. અકિલા કાર્યલયની શુભેચ્છા મુલાકાતે પરેશભાઈ પીપળીયા (કોર્પોરેટર વોર્ડનં૪), જસ્મીનભાઈ પીપળીયા (એસપીજી), વિજયભાઈ દેસાઈ (તાલુકા પંચાયત ઉપપ્રમુખ) તથા જે.કે પીપળીયા (ઝારીયા સહ.મં.પ્રમુખ) સાથે રહ્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૫)

(4:15 pm IST)