Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ઢેબર કોલોની પાસેથી તડીપાર સુરેશગીરી દેશી દારૂ સાથે પકડાયો

રાજકોટ તા.૨૯: ઢેબર કોલોની પાસે ઝુપડપટ્ટીમાં ભકિતનગર પોલીસે દરોડો પાડી તડીપાર બાવાજી શખ્સને દેશી દારૂ સાથે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ પી.એમ. ધાખડા તથા હેડ કોન્સ. પ્રકાશભાઇ, મહેન્દ્રસિંહ, ભાવેશભાઇ, વિક્રમભાઇ, દેવાભાઇ, વાલજીભાઇ, દિવ્યેશસિંહ, રાજેશભાઇ તથા હિતેષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પ્રકાશભાઇને મળેલી બાતમીના આધારે ઢેબર કોલોની પાસે ઝુપડપટ્ટીમાં દરોડો પાડી તડીપાર સુરેશગીરી શીવગીરી ગોસાઇ (ઉ.વ.૫૦) (રહે. બાબરીયા કોલોની પાસે રામેશ્વર સોસાયટી,  શેરીનં. ૨) ને રૂ. ૩૦૦ના ૧૫ લીટર દેશી દારૂ સાથે પકડી લીધો હતો.(૧.૨૭)

 

(4:14 pm IST)