Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

આજીડેમ ચોકડી વિસ્તારમાં ૩૫ જગ્યાએથી છાપરા-ઓટલાના દબાણો હટાવાયા

રાજકોટઃ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યા ઉકેલવા કોર્પોરેશન અને પોલીસ વિભાગના સંયુકત ઉપક્રમે કોમ્પલેક્ષ અને બિલ્ડીંગમાં પાર્કિંગ અને માર્જિનની જગ્યામાં થયેલ દબાણો હટાવવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું.જે અંતર્ગત ભાવનગર રોડ આજીડેમ ચોકડી વિસ્તારમાં કોમર્શીયલ કોમ્પ્લેક્ષોના માર્જીન- પાર્કિંગમાંથી આજે સવારે ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા ૩૫ સ્થળોએથી છાપરા-ઓટલા, કેબીનો સહીતના દબાણો દુર કરાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.  આ અંગે કોર્પોરેશનની ટાઉન પ્લાનિગ વિભાગની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના ભાવનગર રોડ પર આજીડેમ ચોકડી વિસ્તારમાં વન ડે વન રોડ અંતર્ગત પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણ/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે નીચેની વિગતે કુલ ૩૫સ્થળોએ માર્જીનમાં થયેલ ઓટા તથા છાપરાના દબાણ દુર કરવામાં આવેલ. જેમાં શ્રી ગણેશ ચા, દૂધ, કોફી, શ્રી ગણેશ દાળ પકવાનની બાજુમાં, કનૈયા ડીલકસ પાન, કનૈયા રેસ્ટોરન્ટ, કનૈયા ફરસાણ, કનૈયા કોલ્ડ્રીંકસ, રામદેવ ડીલકસ પાન, આદેશ ડીલકસ પાનની બાજુમાં, બોયઝ હોસ્ટેલ, ગુજરાત ટ્રાવેલ્સની  બાજમાં  ગુજરાત ટ્રાવેલ્સ, ગુજરાત ટ્રાવેલ્સની બાજુમાં વોંકળા પૈકીની જમીન , ક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ્રીંકસ, નવદુર્ગા પાન, શિવાલી એન્ટરપ્રાઈઝ, ભગવતી ઇલેકટ્રોનીકસ, બાલાજી ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ગાયત્રી પાન એન્ડ કોલ્ડ્રીંકસ, રાધે-ક્રિષ્ના પાન , ક્રિષ્ના પાન, શોપ નં. ૧૧૩, ક્રિષ્ના કોમર્સિયલ કોમ્પ્લેક્ષ, પિતૃ કૃપા મોબાઈલ, નાગબાઈ પાન, બંસીધર પ્રોવિઝન સ્ટોર, સત્યમ કલીનીક, બંસીધર પાન એન્ડ કોલ્ડ્રીંકસ, બાબુભાઈ-કેબીન, હાઈપાવર હાઇડ્રોલિકસ, માટેલ મોબાઈલ એન્ડ ઇલેકિટ્રક, બહુચર પાન એન્ડ ટી સ્ટોલ, આજી ધી વ્યુ ગાર્ડન રેસ્ટોરન્ટ, આજી ડેમ પાસે, આજી ડેમ પાસે, યદુનંદન પાન, રાજુભાઈ ઈંડાવાળા, પોલીટેકનીક પાસે, સહિતના ૩૫ ઓટા-છાપરા-સાઇન બોર્ડ સહિતના દબાણો હટાવટ જગ્યા ખુલ્લી કરવામાં આપી દીધી.  આ ઉપરાંત એસ્ટેટ શાખા તરફથી ૩૫૦૦૦ (પાંત્રીસ હજાર) જેવો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે.તાજેતરમાં .કમિશ્નર દ્વારા ''ગેરકાયદેસર પાર્કીંગ ઝુંબેશ'' અંતર્ગત કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવેલ. જે અન્વયે આ કામગીરીમાં ઈસ્ટ ઝોનના આસિ.ટાઉન પ્લાનર  એ. એમ. વેગડ  જી. ડી.  જોષી, તથા  જે. જે. પંડ્યા તેમજ અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર દબાણ હટાવ શાખા, રોશની શાખા  તથા બાંધકામ શાખાનો સ્ટાફ પણ હાજર રહેલ. આ ડિમાલિશનની કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(4:13 pm IST)