Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

જુગારના ત્રણ દરોડામાં ચાર મહિલાઓ સહિત ૧પ પકડાયા

ગોકુલધામ આરએમસી કવાર્ટરમાંથી ચાર મહિલા ખોડીયારનગરમાંથી ચાર અને સ્લમ કવાર્ટરમાંથી સાત શખ્સોની ધરપકડ

રાજકોટ, તા. ર૮ : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પોલીસે ત્રણ સ્થળે દરોડા પાડી ગોકુલધામ આર.એમ.સી. કવાર્ટરમાંથી ચાર મહિલાઓ, ખોડીયારનગરમાંથી ચાર અને જામનગર રોડ સ્લમ કવાર્ટર પાસેથી સાત શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રાવત તથા સંયુકત પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રી તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસ.પી બી.બી. રાઠોડની સૂચનાથી માલવીયા નગર પોલીસ મથકના પીઆઇ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ યુ.બી. જોગરાણા, રાહીદભાઇ, ભાવેશભાઇ, મુકેશભાઇ તથા હેતલબેન સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમીના આધારે ગોકુલધામ આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં. ર૧ કવાર્ટર નં. ૧પ૪૦માં દરોડો પાડી કવાર્ટર માલીક રીટા ભરતભાઇ તન્ના (ઉ.વ.પ૦) તથા કવાર્ટરમાં રહેતી કામીની શૈલેષભાઇ વિભાકર, પ્રીતી નીલેશભાઇ માલકીયા તથા જશુબેન રમેશભાઇ ગોહેલને જુગાર રમતા પકડી લઇ રૂ. ૬૭૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી હતી.

જયારે બીજા દરોડામાં માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ યુ.બી. જોગરાણા, રાહીદભાઇ, દિલીપસિંહ, હરપાલસિંહ, મુકેશભાઇ અને ભાવેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઇ જોગસણા, હરપાલસિંહ અને ભાવેશભાઇને મળેલી બાતમીના આધારે ખોડીયારનગર શેરી નં. ૧૦/૪ ચોક પાસે દરોડો પાડી જુગાર રમતા ખોડીયાર નગરના જયંતિ દામજીભાઇ રાઠોડ (ઉ.૩ર), યુસુફ સુલેમાનભાઇ નકાણી (ઉ. ૩૬), રવિ વિજયભાઇ ચૌહાણ (ઉ.રર) અને મહિપત દિલીપભાઇ ડોડીયા (ઉ.રર) ને પકડી લઇ રૂ. ૧૦,૭૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

જયારે ત્રીજા દરોડામાં જામનગર રોડ પર સ્લમ કવાર્ટર પાસે પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ બી.જી. ડાંગર તથા આનંદભાઇ સહિતે બાતમીના આધારે  કવાર્ટરમાં દરોડો પાડી સ્લમ કવાર્ટરમાં રહેતો અનિલ જીવરાજભાઇ વાઘેલા (ઉ.વ.૩ર) તથા સ્લમ કવાર્ટરના આશિષ ભીખુભાઇ વાઘેલા (ઉ.રર), પીન્ટુ શંકરભાઇ મકવાણા (ઉ.વ.૩ર), અશોક નરશીભાઇ ગોહેલ (ઉ.ર૭), રોહીત દિનેશભાઇ ગોહીલ (ઉ.૧૯), વિજય વિઠ્ઠલભાઇ શીંગાળા (ઉ.૩૩) તથા પરસાણાનગરનો જયેશ ચમનભાઇ ચૌહાણ (ઉ.ર૮) ને પકડી લઇ રૂ. ૩૦૮૦થી રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. (૮.૬)

(4:09 pm IST)