Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

રૈયા ચોકડીએથી રાહુલ ઉર્ફ ટાલો અને દેવાંગ છરી સાથે પકડાયા

કયુઆરટીની ટીમે મોડી રાત્રે એક વાગ્યે પકડ્યા

રાજકોટ તા. ૨૮: રૈયા ચોકડી રાધે હોટેલ પાસેથી કયુઆરટીની ટીમે બે શખ્સને બાઇક પર છરી સાથે પકડી લીધા હતાં.

ક્રાઇમ બ્રાંચના અધિકારીઓની રાહબરી હેઠળ કયુઆરટીના અનિલભાઇ, દિલીપસિંહ ચોૈહાણ, અશ્વિનભાઇ સહિતની ટીમ રૈયા ચોકડીએ મોડી રાત્રે એક વાગ્યે પેટ્રોલીંગમાં હતી ત્યારે રાધે હોટલ પાસે બાઇક નં. જીજે૩જેકે-૦૨૦૪ ઉપર નીકળેલા બે શખ્સને શંકાસ્પદ રીતે અટકાવી તલાશી લેતાં બંને પાસેથી એક એક છરી મળતાં જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી બાઇક કબ્જે કરાયું હતું. પુછતાછમાં પોતાના નામ રાહુલ ઉર્ફ ટાલો રાજુભાઇ ચોૈહાણ (ઉ.૨૫-રહે. ગાંધીગ્રામ ભારતીનગર-૨) તથા દેવાંગ ઉર્ફ ભીમો વિશ્વાસભાઇ મુલિયાણા (ઉ.૧૯-રહે. ભારતીનગર-૨) જણાવ્યા હતાં. (૧૪.૭)

(4:08 pm IST)