Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કિરણ ઇલેકટ્રીકસ સબમર્સીબલ પંપ ના માલીક વિરૂધ્ધ કોર્ટમાં ફોજદારી ફરિયાદ

રૂ. પાંચ-પાંચ લાખના ચેકો પાછા ફરતા

રાજકોટ તા ૨૯ : રાજકોટ શહેરમાં સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં કિરણ ઇલેકટ્રીકના નામે સબમર્સીબલનો ધંધો કરતા જસ્મીનભાઇ કાંતિલાલ ભીમાણીએ ઉમાકાંત પંડીત ઉદ્યોગનગરમાં વિમલ સબમર્સીબલ ના માલીક રસીકભાઇ શામજીભાઇ ચોવટીયા પાસેથી લીધેલ રકમ રૂ.૨૫,૦૦,૦૦૦/- પરત કરવા ઇસ્યુ કરી આપેલ પાંચ-પાંચ લાખના  પાંચ ચેકો રીટર્ન થતા ફરીયાદીએ રાજકોટના એડી.ચીફ.મેજી. કોર્ટમાં જુદી જુદી પાંચ ફરીયાદો આરોપી વિરૂધ્ધ દાખલ કરતા અદાલતે આરોપી જસ્મીન કાંતિલાલ ભીમાણી વિરૂધ્ધ પાંચેય કેસોમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, ફરીયાદી તથા આરોપી એક જ વ્યવસાય એટલે કે સબમર્સીબલ પંપના વ્યવસાય સાથે સંકળાયેલ હોય અને યુનિ. રોડ પર ખોડીયાર મંડપ  આરોપી તથા ફરીયાદીની બેઠક હોય, આરોપીને ધંધામાં આર્ર્થિક ખુબજ સંકળામણ હોય, ધંધા અર્થે રકમની વ્યવસ્થા માટે લોન મુકેલ, જે લોનના માર્જીનના પૈસા ન ભરી શકતા લોનની રકમ ન આવતા આર્થિક પરિસ્થિતી ડામાડોળ થઇ જતા તહોમતદારે જયેશભાઇ દોંગાની મધ્યસ્થીથી લોનની માર્જીન તથા વેપારના લેણા ચુકવવા માટે ૧૦ થી ૧૫ દિવસ પુરતી રકમ રૂ.૨૫,૦૦,૦૦૦/- ની જરૂરત હોવાથી ફરીયાદી રસિકભાઇ ચોવટીયા પાસેથી રકમ મેળવી તે રકમ પરત કરવા તહોમતદારે તેઓની બેન્કના પાંચ પાંચ લાખના પાંચ ચેકો ફરીયાદી જોગ ઇસ્યુ કરી આપી, સહી કરી આપી, ચેકો સુપ્રત કરી અને ખાત્રી આપેલ કે, સદર ચેકો ફરીયાદી પોતના બેન્ક ખાતામાં રજુ રાખશે, એટલે ચેકો રીટર્ન થશે નહીં અને ચેકો સ્વીકારાય જશે.

ફરીયાદીની લેણી રકમ વસુલાઇ જશે, તેવા આરોપીના શબ્દો પર ભરોસો રાખી ફરીયાદીએ સ્વીકારેલ ચેકો આરોપીએ ફરીયાદીને તેઓના બેન્ક ખાતામાં રજુ રાખવાનું કહેતા, રજુ રાખતા ચેક સ્વીકારાયેલ નહીં અને ફંડ ઇનસફીશીયન્ટના શેરા સાથ રીટર્ન થતા, તેની જાણ આરોપીને કરતા આરોપીએ હડધુત કરતા, ફરીયાદીએ તેના એઠવોકેટ મારફત આરોપીને ડીમાન્ડ નોટછી પાઠવેલ, જે મળી જવા છતા ફરીયાદીનું કાયદેસરનું લેણું ચુકવેલ ન હોવાથી ફરીયાદીએ દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના ધંધા અર્થે લીધેલ રકમ પરત કરવા ચેકો આપી, તે પાસ થવા ન દઇ આરોપીએ ધી નેગીશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજુઆતો ધ્યાને લઇ આોરીને પાંચેય જુદા જુદા કેસોમાં ઓાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી જશ એન્ટરપ્રાઇઝના માલીક ધીરજ મુંગરા વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ,ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમરે, સહદેવ દુધાગરા, નય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.

(4:00 pm IST)