Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કાલે બોળચોથઃ શનિવારથી ભવ્યાતિ ભવ્ય લોકમેળોઃ ટનાટન તૈયારીઓ...

રાજકોટ : શહેરમાં કાલથી પાંચ દિ'થી તહેવારોની મોસમ ખીલી ઉઠશે, કાલે બોળચોથ છે, પછી નાગ પાંચમ અને શનીવારે ૧ લી તારીખથી રેસકોર્સ મેદાનમાં કલેકટર તંત્ર દ્વારા સવારે ૧૦ વાગ્યે ગોરસ લોકમેળાનું ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ યોજાયો છે, મેળાનું ઉદઘાટન શિક્ષણ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે થશે, આસમાનને આંબતા ઉંચા ફજેત ફાળકાએ અત્યારથી મન મોહી લીધુ છે, પાંચ દિ' ના આ ભવ્ય મેલામાં ટનાટન તૈયારીઓ કરાઇ છે, કલેકટર તંત્ર  ખુશખુશાલ છે, કારણ કે સ્ટોલ વેચાણથી સવા બે થી રાા કરોડની આવક થઇ છે, અંદાજે ૧ાા કરોડ જેવો તોતીંગ નફો થશે, મોટાભાગના સ્ટોલ બંધાઇ ગયા છે, ગારો-કાદવ કીચડ સૂકાઇ ગયો છે, મોરમ-કપચી પણ પાથરી દેવાઇ છે, તસ્વીરમાં લોકમેળાની તૈયારીને અપાતો આખરી ઓપ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:01 pm IST)