Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

એસટીમાં ચિક્કાર ટ્રાફીકઃ રજાનો માહોલ શરૂ... ઢગલાબંધ એકસ્ટ્રા બસો મૂકાઇઃ ત્રણ દિ'માં જબરી કમાણી..

રાજકોટઃ રાજકોટ એસટી ડીવીઝનમાં ચિક્કાર ટ્રાફીક જામ્યો છે, સ્કુલ-કોલેજોમાં મીની વેકેશન પડી જતા જ ફરવા લાયક સ્થળો ઉપર એડવાન્સ બૂકીંગ હાઉસફુલ છે, તો પર પ્રાંતના વતની એવા તમામ લોકો સાતમ-આઠમના તહેવારો ઉજવવા મળી તે બસ માની બસ પકડવા દોટ મૂકી છે, તસ્વીર પણ આવુ જ કહે છે , અધીકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ દિ'માં ૪૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાઇ છે, ડિવીઝનને ત્રણ દિ'માં સવા કરોડથી વધુની આવક થઇ છે, રાજકોટથી અમદાવાદ-વડોદરા-સુરત-ઉતર ગુજરાત ઉપર અન્ય શહેરો માટે પણ એકસ્ટ્રા બસો દોડાવાઇ રહી છે, તસ્વીરમાં તહેવારોની મોજ સંદર્ભે ઉમટી પડેલા મુસાફરો અને લોકોને લઇ જવા માટે એક પછી એક મુકાતી બસો નજરે પડે છે(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૬.૧૮)

(3:59 pm IST)