Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

'ગોરસ' લોકમેળામા જીનિયસ સુપર કિડસના મનો-દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી ચોકલેટનો સ્ટોલ આકર્ષણ જમાવશે

રાજકોટઃ રાજકોટ ખાતે દરવર્ષે યોજાતા જન્માષ્ટમીના 'ગોરસ' લોકમેળામાં આ વર્ષે જીનિયસ સુપરા કિડસના મનો-દિવ્યાંગ બાળકો દ્વારા સ્વહસ્તે બનાવેલી ચોકલેટનો સ્ટોલ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બનશે. આ વર્ષે તા.૧ થી પ સપ્ટેમ્બર દરમ્યાન રેસકોર્ષ ખાતે યોજાનાર, 'ગોરસ' લોકમેળામાં સ્ટોલ નં. સી-૯ ખાતે સવારે ૧૦ થી સાંજે ૧૧ કલાક સુધી બાળકો દ્વારા બનાવાયેલ ચોકલેટસનું વેચાણ કરાશે આ માટે જીનિયસ સુપર કિડસના બાળકો અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ છવાયો છે લોકમેળાને પહોંચી વળવા માટે અત્યારથીજ તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે. જીનિયસ સુપર કિડસ એ મનો-દિવ્યાંગ બાળકોની પ્રતીભાને નિખારીને તેને સમાજમાં સ્વનિર્ભર અને આત્મ-સન્માનથી જીવી શકે તે માટે છેલ્લા ૪ વર્ષથી રાજકોટ ખાતે તાલિમ અને શિક્ષણ આપતી સંસ્થા છે. આગામી ૧ થી પ સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજીત 'ગોરસ'લોકમેળામા જીનિયસ સુપર કિડસના મનો-દિવ્યાંગ બાળકો પોતાના હાથે બનાવેલી ચોકલેટનો 'જીએસકે ચોકલેટ કોર્નર' નામના સ્ટોલનું આયોજન કરવા જઇ રહ્યા છે. આ ચોકલેટ કોર્નરની વિશેષતાએ છે કે અહી જુદા જુદા પ્રકાર અને સ્વાદની ચોકલેટ રાખવામાં આવશે. જેમાં લોલીપોપ, ચોકો કોન, વ્હાઇટ ચોકલેટ, ડ્રાયફ્રુટ ચોકલેટ, કાર્ટુન કેરેકટરના આકાર વાળી, તેમજ અનેક અવનવા પ્રકારની ચોકલેટની વેરાઇટી ઉપલ્બધ કરાવાશે. રાજકોટ મહાનગરપાલિકા અને જીનિયસ સ્કુલ આયોજીત ટ્રેડ મેનીફેસ્ટો ખાતે, રાજકોટ ફલાવર શો-ર૦૧૮ ખાતે વિશ્વ ડિસએબીલીટીડે ડે ઉજવણી પ્રસંગ, તેમજ જય-જીનિયસ-ગાર્ડી રાસ ઉત્સવમાં પણ આયોજીત કરાયા હતા અને તેને સારો પ્રતિસાદ સાંપડયો હતો. આયોજનકોને આશા છે કે, રાજકોટના 'ગોરસ' લોકમેળામાં પણ આ મનો-દિવ્યાંગ બાળકોને આપ્રતિમ પ્રતિસાદ સાંપડશે અને રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો આ બાળકોના પ્રયત્નને વધાવી લેશે. આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા સીઇઓ ડીમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં જીનિયસ સુપર કિડસના સેકશન હેડ બીજલબેન હરખાણી, જીનિયસ સુપર કિડસના બાળકો, તેમના વાલીઓ અને સમગ્ર ટીમ દ્વારા ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(3:58 pm IST)