Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

આરોગ્ય શાખા ત્રાટકીઃ ૬૧ કિલો વાસી મીઠાઇનો નાશ

તહેવારોમાં મીઠાઇની ભેળસેળ રોકવા આરોગ્ય તંત્રની ચેકીંગ ઝુંબેશઃ ચવાણું, મોરા સાટા, શક્કરપારા સહિત ૬ નમુના લેવાયા

મ્યુનિ.કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા  રૈયા રોડ, પંચાયત ચોક, લક્ષ્મીનગર સહિતના વિસ્તારોમાં ફરસાણ અને મીઠાઇનાં વેપારીને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યુ હતુ તે વખતની તસ્વીર નજરે પડે છે.(તસ્વીર-અશોક બગથરીયા)

રાજકોટ તા.૨૯: શ્રાવણ મહિના તહેવારોમાં શહેરીજનનોને આરોગ્ય પ્રદ ખાદ્યપદાર્થો મળી તે હેતુથી મ્યુનિ.કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા  રૈયા રોડ, પંચાયત ચોક, લક્ષ્મીનગર સહિતના વિસ્તારોમાં ફરસાણ અને મીઠાઇના ૨૮ વેપારીને ત્યાં ચેકીંગ કરી ૯ વેપારીને ત્યાંથી ૬૧ કિલો વાસી મીઠાઇ, ૧૦ કિલો રીયુઝ તેલનો નાશ કરવામાં  આવ્યો હતો તેમજ ચંવાણુ,  મોરા સાટા, તીખા ગાઠીયા સહિત ૬ નમૂના લેવામાં આવ્યા હતા.

આ અંગે મ્યુનિ. કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડનાં જણાવ્યા મુજબ ફુડ શાખા દ્વારા આજે શહેરનાં રૈયા રોડ, પંચાયત ચોક સહિતનાં વિસ્તારમા આ અંગે કોર્પોરેશનનાં આરોગ્યવિભાગનો સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, ડેઝીગ્રેટેડ ઓફીસર એ. એન. પંચાલની સુચના મુજબ એફએસઓ શ્રી સી. ડી. વાઘેલા કે. એમ. રાઠોડ, એચ. જી. મોલીયા, કે. જે. સરવૈયા તથા આર. આર. પરમાર દ્વારા રાજકોટ મહાનગરપાલીકા વિસ્તારમાં આવેલ મીઠાઇ તથા ફરસાણના ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવેલ જેમાં પડતર મીઠાઇનો સંગ્રહ કરેલ છે કે કેમ માન્ય ફુડ કલરના ઉપયોગ કરે છે કે, ફરસાણ તળવા માટે એક જ તેલનો વારંવાર ઉપયોગ કરે છે કે કેમ, ફરસાણ પેકીંગ માટે પ્રીન્ટેડ રફી પસ્તીનો ઉપયોગ કરે છે કે કેમ, સ્થળ પર હાઇજીનીક કંડીશન જાળવણી રાખે છે કે કેમ ? જેવી બાબતે સઘન ચકાસણી કરવામાં આવેલ. જેમાં ૨૮ વેપારીઓ ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકીંગ દરમ્યાન ૯ વેપારીને ત્યાંથી વાસી મીઠાઇ ૬૧ કિલો, રીયુઝ તેલ ૧૦ કિલો વગેરે વાસી અખાદ્ય પદાર્થોના નાશ કર્યો હતો. તેમજ શ્રી નાથજી ડેરી ફાર્મ- નાના મવા મેઇન રોડ, રાજનગર- રામદેવ ડેરી ફાર્મ એન્ડ ફરસાણ- સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ, ઉમીયાજી ફરસાણ માર્ટ- સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ, હરભોલે ડેરી ફામ-ર્ રૈયા રોડ, સદ્ગુરૂ સ્વીટ એન્ડ નમકીન- તીરૂપતી ૪ કોર્નર, રૈયા રોડ, જલારામ ફરસાણ માર્ટ- પ તીરૂપનગર રૈયા રોડ, ઝૂલેલાલ નમકી બાબુભાઇ- રૈયા રોડ, કૈલાશ ફરસાણ એન્ડ સ્વીટ- પંચાયત ચોક, કૈલાશ ખમણ એન્ડ ફરસાણ - પંચાયત ચોક, રાજ શકિત ફરસાણ એન્ડ સ્વીટ-  પંચાયત ચોક, શ્યામ ગૃહ ઉદ્યોગ - બંસી નમકીન ઉમાકાન્ત ઉદ્યોગનગર, વિમલ નમકિન શ્રી રામ ગૃહ ઉદ્યોગ લક્ષ્મીનગર મેઇન રોડ, સહિતના ૧ર ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી છે.

નમૂના લેવાયા

આ ઉપરાંત ૬ વેપારીને ત્યાંથી ખાદ્ય પદાર્થો ના નમુના લેવામાં આવ્યા હતા જેમાં મધુભાઇ ગોરધનભાઇ ચેવડાવાળા- સદ્ગુરૂ આશ્રમ કુવાડવા રોડમાંથી નાયલોન ચવાણું (લુઝ), અન્નપુર્ણા ગૃહ ઉદ્યોગ- ન્યુ શકિત સોસાયટી,માર્કેટીંગ યાર્ડ, પેડક રોડ માંથી તીખા ગાંઠીયા (લુઝ), કૈલાસ ફરસાણ એન્ડ સ્વીટ - પંચાયત ચોકમાંથી સકકરપારા, કૈલાસ ખમણ એન્ડ ફરસાણ પંચાયત ચોકમાંથી મોરા સાટા, રાજ શકિત ફરસાણ એન્ડ સ્વીટ - પંચાયત ચોકમાંથી મીઠા સાટા, શ્યામ ગૃહ ઉદ્યોગ બંસી નમકીન ઉમાકાંત ઉદ્યોગનગરમંાથી  તીખા ગાંઠીયા સહિત સહિત ૬સ્થળોએથી ખાદ્ય પદાર્થોના નમુના લઇ રાજય સરકારની લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. તેમ અંતમાં સતાવાર યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)