Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સેવા નિવૃત થાવ છુ, નાગરિક પરિવારનો નાતો અણનમ રહેશેઃ હરકિશનભાઇ

રાજકોટ : નાગરિક બેન્ક લિ.ના પુર્વ સીઇઓ-જનરલ મેનેજર અને બોર્ડ એડવાઇઝર હરકિશનભાઇ ભટ્ટનો વય મર્યાદાને કારણે નિવૃતિ સન્માન સમારોહ બેન્કની હેડ ઓફિસ, 'અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય' ખાતે યોજાયેલ. રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માં ભટ્ટ સાહેબે મેનેજર (લોન) થી શરૂ કરી સીઇઓ સુધી જવાબદારી સંભાળી અને ૧૭ વર્ષના કાર્યકાળ દરમ્યાન અનેક લક્ષ્યાંકો મેળવેલા હતા. દેશનાં અગ્રણી આર્થિક મેગેઝીન, 'બેન્કિંગ ફ્રન્ટીયર' દ્વારા લાર્જ બેન્ક કેટેગરીમાં 'બેસ્ટ સીઇઓ' નો એવોર્ડ વિજેતા ભટ્ટ સાહેબ સરળ સ્વભાવ અને વહીવટી કુનેહથી સહુની અપાર ચાહના મેળવી છે. બેન્કના ચેરમેન નલિનભાઇ વસાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે હરકિશનભાઇ ના કાર્યકાળ દરમ્યાન ૮ નવી શાખા, બે એકસટેન્શન કાઉન્ટર, બે ઓફસાઇટ એટીએમ, બધી જ શાખાઓમાં એટીએમ સુવિધા, મોબાઇલ બેન્કિંગનો શુભારંભ, ઇન્ટરનેટ બેન્કિંગ પાર્ટલી શરૂ થયું, બીસીબીએફની મંજુરી, ઓડિટમાં એ+ મેળવ્યું, સીબીએસની સફળ કામગીરીમાં સિંહફાળો, પોલીસી ડ્રીવન બેન્ક બનાવવામાં સિંહફાળો રહયો. તેમણે મેનેજમેન્ટ અને કર્મચારી વચ્ચે જોડતી કડીરૂપ કામગીરી કરી છે. તેમની બેન્કિંગ કારકિર્દી ૫૦ વર્ષની પુર્ણ થયી છે. સહકારી અગ્રણી અને નાફકબનાં ચેરમેન જયોતિન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, હરકિશનભાઇ મુળ શિક્ષણનાં માણસ છે, તેઓ બેન્કમાં જોડાણા ત્યારે ઝીરો નેટ એનપીએનું બિડુ ઝડપ્યું અને તેમના વિઝનરી પ્લાનીંગને કારણે બેન્કનાં એક-એક કાર્યકર્તાને આ મીશનમાં જોડયા. બધાને એનકરેજ કર્યા. આગળ જતાં બેન્કનું સુકાન સંભાળ્યું. તેમણે આજે બેન્કને એફએસડબલ્યુએમ (ફાયનાન્સીયલી સાઉન્ડ અને વેલ મેનેજડ બેન્ક) સુધી બેન્કને પહોંચાડી. ભાવસભર પ્રતિસાદ આપતાં હરકિશનભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે સહુએ બહુ મોટો કરી બતાવ્યો. મે કોઇ વિશેષ કામ કર્યુ હોય તેવું મને લાગતું નથી પરંતુલ ખરેખર તો ટીમનું આ યોગદાન છે. ટીમનાં પ્રયત્નોનાં પરિણામે આ બધું શકય બન્યું. સંચાલક મંડળનાં સંપૂર્ણ સહયોગ વગર કોઇ કાર્ય થઇ જ ન શકે. આ તબકકે જીંદગીનો એક મુકામ પૂર્ણ કર્યો છે. નિવૃત થાવ છું પરંતુ નાગરીક પરિવાર સાથે હંમેશા જોડાયેલો રહીશ.'બેન્કનાં ઇન્ચાર્ય સીઇઓ યતીનભાઇ ગાંધીએ પણ 'તેમના સીઇઓ તરીકેનાં કાર્યકાળ દરમ્યાન સિધ્ધીઓ વર્ણવી હતી.' આ સમારોહમાં હરકિશનભાઇ ભટ્ટ, ઇંદીરાબેન ભટ્ટ, નલિનભાઇ વસા(ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા(ઇન્ચાર્જ વાઇસ ચેરમેન), જયોતિન્દ્રભાઇ મહેતા(ચેરમેન-નાફકબ), ડાયાભાઇ ડેલાવાળા(પુર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), શૈલેષભાઇ ઠાકર (ડિરેકટર), ઘનશ્યામભાઇ ઢોલરીયા(ડિરેકટર), યતીનભાઇ ગાંધી(ઇન્ચાર્જ સીઇઓ), વલ્લભભાઇ આંબલીયા (એ.જી.એમ.-એકાઉન્ટ), ગીરિશભાઇ ભુત,(એ.જી.એમ. બેન્કિંગ), રજનીકાંત રાયચુરા (એ.જી.એમ. ક્રેડિટ-રિકવરી), કામેશ્વરભાઇ સાંગાણી (એ.જી.એમ.-માઇક્રો ફાયનાન્સ), મનીશભાઇ શેઠ (એ.જી.એમ. -માર્કેટીંગ), ટી.સી. વ્યાસ (એ.જી.એમ.-એચ.આર), ખુમેશભાઇ ગોસાઇ (ચીફ મેનેેજર-રિકવરી), ભરતભાઇ હિંગરાજીયા (ચીફ મેનેજર-એસ્ટેટ), ઉમેદભાઇ જાની (પ્રમુખ-જાગૃત કર્મચારી મંડળ), ભીમજીભાઇ ખૂંટ (પ્રમુખ-રાજકોટ નાગરિક બેન્ક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.) ઉપરાંત નાગરિક પરિવારજન ઉપસ્થિત રહયા હતા. આ સમારોહમાં હરકિશનભાઇ ભટ્ટને ખાદીનો રૂમાલ આપી સન્માનિત કરાયેલ. આ તકે ટપુભાઇ લીંબાસીયા, કિશોરભાઇ મુંગલપરા, હરીશભાઇ શાહ, રજનીકાંત રાયચુરા, ભીમજીભાઇ ખૂંટે પ્રાસંગિક સંસ્મરણો સાથેની શુભેચ્છા પાઠવી હતી. બેન્કના પુર્વ ચેરમેન અને ડિરેકટર કલ્પકભાઇ મણીયારે અને સીઇઓ વિનોદ શર્માએ શુભેચ્છા સંદેશ પાઠવેલ. કાર્યક્રમનું કાવ્યતમક શૈલી સાથે સંચાલન કિરીટભાઇ કાનાબારે અને આભારદર્શન ગીરિશભાઇ ભુતે કયુંર્ હતું.(૧.૨૯)

(3:36 pm IST)