Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મારી કાર શું કામ રોકી? કહી કાલાવડના યુવરાજસિંહ જાડેજાએ સરધારમાં પોલીસ સામે સીન કર્યાઃ ધરપકડ

ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની કારમાં કાળા કાચ હોઇ વાહન ચેકીંગમાં અટકાવાતાં ન ગમ્યું: ફરજમાં રૂકાવટનો ગુનો

રાજકોટ તા. ૨૯: સરધાર ગામના બસ સ્ટેશન ખાતે રોડ પર વાહન ચેકીંગ દરમિયાન પોલીસે કાલાવડના એક દરબાર યુવાનની કાર ચેકીંગ માટે ઉભી રાખતાં દરબાર શખ્સે મારી કાર કેમ ઉભી રખાવી? કહી પોલીસમેન સાથે ઝઘડો કરી ફરજમાં રૂકાવટ કરતાં તેની સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવાયું હતું.

આ બાબતે આજીડેમ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ ડ્રાઇવર ભરતભાઇ વાજસુરભાઇ ગરાણીયાની ફરિયાદ પરથી કાલાવડની ખત્રીવાડ સોસાયટીમાં જયશ્રી આશાપુરા નામના મકાનમાં રહેતાં યુવરાજસિંહ ટેમભા જાડેજા (ઉ.૨૫) સામે આઇપીસી ૧૮૬ મુજબ ગુનો નોંધ્યો છે.

ભરતભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે સાંજે પોતે તથા હેડકોન્સ. કાળુભાઇ ગામેતી, કોન્સ. રૂપેશભાઇ ડાંગર, વોર્ડન સંજયભાઇ સરીયા, જીઆરડી નિલેષભાઇ જળુ સરધારના બસ સ્ટેશન ખાતે વાહન ચેકીંગની ડ્રાઇવમાં હતાં ત્યારે રાજકોટ તરફથી સફેદ રંગની સ્વીફટ જીજે૧૨સીપી-૩૩૭૫ આવતાંતેતે અટકાવી ડ્રાઇવરને નીચે ઉતરવાનું કહેતાં તેણે 'મારી કાર કેમ ઉભી રખાવી?' કહી બોલાચાલી શરૂ કરી દીધી હતી. તેને વાહન ચેકીંગ ચાલુ હોવાનું સમજાવવા છતાં જેમ તેમ બોલવા માંડી ફરજમાં રૂકાવટ કરતાં પંચોને બોલવાી કાર્યવાહી કરી હતી. તેની ચાર લાખની કાર પણ કબ્જે કરવામાં આવી છે. પીએસઆઇ જી.એન. વાઘેલા વધુ તપાસ કરે છે.

પોલીસના કહેવા મુજબ કારના કાચમાં કાળી ફિલ્મ હોઇ જેથી રોકવામાં આવી હતી. પકડાયેલ યુવરાજસિંહ ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. (૧૪.૭)

(11:49 am IST)